Abtak Media Google News

મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર પર ભૂદેવ સેવા સમિતિના પ્લેયરોનો દબદબો

રાજકોટના જામનગર રોડ પાસે આવેલ પ્રખ્યાત ક્રિષ્ના ગ્રાઉન્ડ પર પરશુ બ્રહ્મ યુવા દ્વારા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોળ અલગ અલગ ગામની ટીમોએ ભાગ લીધો હતો. સતત ચાર દિવસ ટુર્નામેન્ટ ચાલી જેમાં રવિવા તા. ર9-5-રર ના રોજ સેમી ફાઇનલ તથા ફાઇનલ મેચો રમાયેલ હતા. સેમી ફાઇનલ ભૂદેવ સેવા સમિતિ ઇલેવન તથા બ્રહ્મ સેના ઇલેવન વચ્ચેર રમાયેલ હતો. જેમાં ભૂદેવ સેવા સમિતિ ભવ્ય વિજય હાંસલ કરી દબદબાભેર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજા હાફમાંથી મહાકાલ ઇલેવન આવી હતી.

ત્યારબાદ રાત્રે 11 વાગ્યે ફાઇનલ મેચની શરુઆત આતશબાજીથી કરવામાં આવી હતી. ફાઇનલમાં ટોચ જીતી ભૂદેવ સેવા સમિતિ ઇલેવનને બેટીંગ આપ્યું હતું. જેમાં ભૂદેવ સેવા સમિતિ ઇલેવને 80 રનનો ટાર્ગેટ આપેલ હતો. જેમાં મહાકાલ ઇલેવન 1ર ઓવરના અંતે 76 રન બનાવી થશી હતી અને ભૂદેવ સેવા સમિતિ ઇલેવન ચાર રને ભવ્ય વિજય મેળવેલ હતો. અને ચેમ્પીયન બની ટ્રોફી પર કબજો જમાવેલ હતો.

આ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મીચ, ભૂદેવ સેવા સમિતિના મિલન જોશી, મેન ઓફ ધી સીરીઝ ભૂદેવ સેવા સમિતિના નિલેશ વ્યાસ ને મળેલ. ટુર્નામેન્ટના બેસ્ટ બોલરની ટ્રોફી વિઠ્ઠલભાઇ રાવલને મળેલ હતી.

ભૂદેવ સેવા સમિતિ ઇલેવન ટીમમાં તેજસ ત્રિવેદી, મીનલ જોશી, નિલેશ વ્યાસ, અમિત ત્રિવેદી, વિશાલ રાજગોર, વિજયભાઇ રાજગોર, દર્શન રાવલ, સમય પંડયાએ સતત ચાર રાત્રી ક્રિકેટ રમી અને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું અને ટાઇટલ જીતી ચેમ્પીયન બનેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.