Abtak Media Google News

ભારત પર ચીન જેવું મોટું દેવું છે.  આમ છતાં પડોશી દેશોની સરખામણીમાં ભારત માટે દેવા સંબંધિત જોખમો ઓછા છે. તેવું ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એ જણાવ્યું છે. સાથે ઉમેર્યું છે કે ભારતે દેવા સંબંધિત જોખમોને ઘટાડવા માટે મધ્યમ ગાળામાં ખાધ ઘટાડવા માટે મહત્વાકાંક્ષી રાજકોષીય એકત્રીકરણ યોજના બનાવવી જોઈએ.

આઈએમએફના રાજકોષીય બાબતોના ડેપ્યુટી ડાયરેક્ટર રૂડ ડી મોઈસે જણાવ્યું હતું કે, ભારતનું વર્તમાન દેવું જીડીપીના 81.9 ટકા છે.  ચીનના કિસ્સામાં આ પ્રમાણ 83 ટકા છે.  આ રીતે, બંને દેશો લગભગ સમાન સ્થિતિમાં છે.  જો કે, રોગચાળા પહેલા, ભારતનું દેવું 2019 માં જીડીપીના 75 ટકા હતું.

ભારતનું વર્તમાન દેવું જીડીપીના 81.9 ટકા, 2028માં ભારતનું દેવું જીડીપીના 1.5 ટકા ઘટીને 80.4 ટકા થઈ જશે

મોઇઝે કહ્યું કે, ભવિષ્યમાં ભારતનું દેવું ચીનની જેમ વધવાની શક્યતા નથી, પરંતુ તે ઘટવાની સંભાવના છે.  2028માં ભારતનું દેવું જીડીપીના 1.5 ટકા ઘટીને 80.4 ટકા થઈ જશે. તેમણે કહ્યું કે, ભારતનો આર્થિક વિકાસ દર ઊંચો છે અને જોખમ ઘટાડવામાં મદદ કરશે.  ઉચ્ચ વૃદ્ધિ પણ દેવું અને જીડીપી રેશિયો સાથે સંબંધિત છે.

મોઇઝે કહ્યું કે ભારતમાં કેટલાક રાજ્યો પર ઘણું દેવું છે.  તેમને વ્યાજના ભારે બોજનો સામનો કરવો પડે છે.  આ એક પરિબળ છે જે ભારત માટે પણ જોખમી છે.  જો કે, આ જોખમોને પહોંચી વળવા માટે ભારત જે રીતે રાજકોષીય એકત્રીકરણને ઉપયોગી રીતે સમર્થન આપી શકે છે તે પૈકીની એક તકનીકી વ્યવસ્થાને મજબૂત બનાવવી છે.

ચાલુ વર્ષે રાજકોષીય ખાધ 8.8 ટકા રહેવાનો અંદાજ

આઈએમએફના અધિકારીએ કહ્યું કે, ભારતમાં 2023માં રાજકોષીય ખાધ 8.8 ટકા રહી શકે છે.  આનો મોટો હિસ્સો વ્યાજ ખર્ચને કારણે છે કારણ કે ભારત તેના દેવા પર વધુ વ્યાજ ચૂકવે છે, જે જીડીપીના 5.4 ટકા છે.  પ્રાથમિક ખાધ 3.4% સાથે, રાજકોષીય ખાધ 8.8% સુધી પહોંચશે.

2050 સુધીમાં ભારતનો જીડીપી 30 ટ્રિલિયન ડોલરે પહોંચશે

પૂર્વ આર્થિક બાબતોના સચિવ અતનુ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે મજબૂત વપરાશ અને નિકાસના આધારે ભારત 2050 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની શકે છે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓએ આ વર્ષે ભારતનો વિકાસ દર 6.3 ટકા અને ફુગાવાનો દર 6 ટકાની આસપાસ રહેવાનો અંદાજ મૂક્યો છે.  તેથી, વર્તમાન કિંમતો પર જીડીપી લગભગ 10-12 ટકા હશે. માથાદીઠ આવક પણ વધીને 21,000 ડોલર થઈ જશે.

જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર આર્થિક વૃદ્ધિમાં મોટી ભૂમિકા ભજવશે: ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રે ભારતના આર્થિક વિકાસ અને રોજગાર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.  ઉદ્યોગને નિકાસ વધારવાની જરૂર છે. ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના કાર્યક્રમમાં બોલતા, તેમણે કહ્યું કે, જ્વેલરી ઉત્પાદકો જ્વેલરીની ડિઝાઈનમાં સુધારો કરીને વૈશ્વિક ડાયમંડ જ્વેલરી બિઝનેસમાં પ્રભુત્વ મેળવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.