Abtak Media Google News

વિશ્વની બજારો ગમે તે તરફ વળે ભારતનું અર્થતંત્ર ટનાટન

વૈશ્વિક અર્થતંત્રનો વૃદ્ધિ દર ઘટીને 3 ટકા રહેવાનું અનુમાન, જ્યારે ભારતનો જીડીપી 6.3 ટકા રહેવાનું અનુમાન

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે નાણાકીય વર્ષ 2024માં આર્થિક વિકાસ દર 6.1 ટકા રહેવાનું અનુમાન કર્યું છે.  જે એપ્રિલમાં અપાયેલા અંદાજ કરતાં 0.2 ટકા વધુ છે.  ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ જણાવ્યું હતું કે મજબૂત સ્થાનિક રોકાણને પરિણામે 2022 ના ચોથા ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં વધુ મજબૂત વૃદ્ધિ જોવા મળી છે.

વર્લ્ડ ઈકોનોમિક આઉટલુકના તાજેતરના અપડેટમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતનો આર્થિક વિકાસ 2023માં 6.1 ટકા રહેવાનો અંદાજ છે, જે એપ્રિલના અંદાજ કરતાં 0.2 ટકા વધુ છે. રિપોર્ટ અનુસાર, વૈશ્વિક વૃદ્ધિ અંદાજિત 3.5 ટકાથી ઘટી 2024માં 3 ટકા રહેશે. જોકે 2023 માટે વૈશ્વિક વૃદ્ધિની આગાહી એપ્રિલ 2023 માં વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકમાં કરવામાં આવેલી આગાહી કરતા નજીવી રીતે વધારે છે. પરંતુ ઐતિહાસિક ધોરણો દ્વારા તે હવે આર્થિક વૃદ્ધિ પણ નબળી છે, ફુગાવા સામે લડવા માટે સેન્ટ્રલ બેંક પોલિસી રેટમાં વધારો કરે છે.

આઈએમએફએ જણાવ્યું હતું કે યુએસમાં દેવાની ટોચમર્યાદા વિવાદના તાજેતરના નિરાકરણ અને આ વર્ષની શરૂઆતમાં યુએસ અને સ્વિસ બેંકિંગમાં ગરબડને કાબૂમાં રાખવા માટે સત્તાવાળાઓ દ્વારા કડક પગલાં લેવાથી નાણાકીય ક્ષેત્રમાં ગરબડનું તાત્કાલિક જોખમ ઘટ્યું છે.  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં મોંઘવારી ઉંચી રહી શકે છે અને વધી પણ શકે છે.  રિપોર્ટ અનુસાર યુક્રેનમાં યુદ્ધની તીવ્રતા અને પ્રતિકૂળ હવામાનના કારણે નાણાકીય નીતિ વધુ કડક થઈ શકે છે. આઈએમએફએ કહ્યું કે ઉચ્ચ અને સતત મુખ્ય ફુગાવાવાળા અર્થતંત્રોમાં, કેન્દ્રીય બેંકોએ ફુગાવાને ઘટાડવા માટે તેમની પ્રતિબદ્ધતા સ્પષ્ટ કરવાનું ચાલુ રાખવું જોઈએ.

આઈએમએફએ કહ્યું કે વિશ્વભરની કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરમાં વધારો કરવાથી આર્થિક ગતિવિધિઓ પર અસર પડી રહી છે.  પરંતુ, ફુગાવો ઘટવાની ધારણા છે.  વૈશ્વિક ફુગાવો – 2022 માં 8.7% થી ઘટીને 2023 માં 6.8% અને 2024 માં 5.2% થઈ શકે છે.

બ્રિટિશ સાંસદ લોર્ડ કરણ બિલિમોરિયાએ કહ્યું કે 2060 સુધીમાં ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.  તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે, બ્રિટનને પાછળ છોડીને ભારત આજે 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.  સમગ્ર વિશ્વની નજર ભારત પર છે.  એમાં કોઈ શંકા નથી કે ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રણ મહાસત્તાઓમાં સામેલ થવા જઈ રહ્યું છે.  આગામી 25 વર્ષમાં ભારતની જીડીપી 32 ટ્રિલિયન ડોલર થઈ જશે અને તે બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.