હીરો મોટો. કોર્પો.કંપનીના નવા પ્લાન્ટનું પ્રથમ બાઈક સોમનાથ મહાદેવને અર્પણ

somnath | somnath temple | hero motors pvt.ltd
somnath | somnath temple | hero motors pvt.ltd

વડોદરા ખાતે હીરો મોટો કોર્પો.લિમિટેડ કંપની દ્વારા નવો પ્લાન્ટ શ‚ થયેલ હોય જેનું પ્રથમ બાઈક સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવ્યું હતું. હીરો મોટો કોર્પો.લિમિટેડ કંપની દ્વારા ગુજરાતમાં હાલોલ ખાતે બાઈકનું પ્રોડકશન શ‚ કરેલ હોય જે પ્રોડકશનમાં નિર્માણ થયેલુ પહેલુ બાઈક સોમનાથ મહાદેવને અર્પણ કરવાનું હોય ત્યારબા હીરો મોટો કોર્પો.લિમિટેડ કંપની દ્વારા અન્ય બાઈકનું વેચાણ કરવાનું વિચાર વ્યકત કર્યો હતો.  ત્યારે આજરોજ હીરો મોટો કોર્પો.લિમિટેડના મુકેશ ગોયલ (પ્લાન્ટ હેડ) લવ શર્મા એચ.આર. હેડ ખાસ ઉપસ્થિત રહી સોમનાથ મહાદેવને જલાભિષેક, પુજારી, બાઈકને ચંદન, પુષ્પ કરી બાઈક સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટના એકઝીકયુટીવ ઓફિસર અને ઈન.જનરલ મેનેજર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા હીરો મોટો કોર્પો.લિમિટેડ કંપનીના મુકેશ ગોયલ અને લવ શર્માનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.