Abtak Media Google News

લાખોની કિંમતના મોબાઇલ ચોરી નેપાળ બોર્ડરે પાણીના ભાવે વેચી નાખ્યાની કબૂલાત: રાજકોટ, ભાવનગર, પોરબંદર અને અમદાવાદની ચોરીની કબૂલાત

સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલી મોબાઇલની દુકાનમાં ગત ડિસેમ્બર માસમાં  મોબાઇલની ચોરીના ગુનામાં સંડોવાયેલી બિહારની ગેંગના છ શખ્સોને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સફળતા મળી છે. રાજકોટ ઉપરાંત અમદાવાદ, પોરબંદર અને ભાવનગરમાં લાખોની કિંમતના મોબાઇલની ચોરી કર્યાની કબૂલાત આપી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માલવીયા ચોકમાં હિન્દી ભાષી શખ્સો એકઠાં થયા હોવાનું અને શંકાસ્પદ હીલચાલ જણાતા પેટ્રોલિંગમાં રહેલા ક્રાઈમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. બી.આર.ડાંગર, કે.જે.ધડુક, એએસઆઇ વિજયસિંહ ઝાલા, મહાવીરસિંહ જાડેજા, સંજયકુમાર ‚પાપરા સહિતના સ્ટાફે દરોડો પાડી બિહારના મોતીહારી જિલ્લાના ઘોડાસહન ગામના બસીર ઉર્ફે રાજુ જહીર દેવાન, સલીમ આલમ પિયાજી, અસ્લમ જહુર દેવાન, નઇમ મુન્ના દેવાન, ફિરોઝ મૈનુ દેવાન અને વિક્રમશા ચીતનશા શાહ નામના શખ્સોને ‚ા.૪૭ હજારની રોકડ સાથે ધરપકડ કરી હતી.તમામની પૂછપરછ કરતા તેઓએ ગત તા.૧૭ ડિસેમ્બરે સોરઠીયાવાડી સર્કલ પાસે મોબાઇલની દુકાનમાંથી  મોબાઇલ, ભાવનગરમાં બે મોબાઇલની દુકાનમાંથી , પોરબંદરના ફુવારા પાસેથી મોબાઇલ, ત્રણેક વર્ષ પહેલાં અમદાવાદમાંથી મોબાઇલની ચોરી કર્યાની કબૂલાત આપી હતી.બિહારથી એક સાથે ૨૦ જેટલા તસ્કરો આવી હોટલમાં રહી દિવસ દરમિયાન ગ્રાહકના સ્વાંગમાં મોબાઇલની દુકાનમાં રેકી કરી રાત્રે એક તસ્કર ચાદર ઓઢીને સુઇ રહે અને બીજો તસ્કર જેકની મદદથી શટર ઉચકી દુકાનમાંથી તમામ મોબાઇલની ઉઠાંતરી કરી અન્ય તસ્કરોને થેલો સોપી દેતા હોવાની કબૂલાત આપી હતી.મોટી રકમના ચોરેલા મોબાઇલ સાથે એક તસ્કર પોતાના વતન બિહાર જઇ નેપાળ બોર્ડરે સસ્તામાં વેચી નાખતા હોવાની અને આ રીતે બિહારના ઘોડાસહન ગામમાં ૭૦ જેટલી ગેંગ સક્રીય હોવાનું તેમજ દેશભરમાં ચોરી કરી ચોરેલા મોબાઇલ નેપાળ બોર્ડરે વેચી નાખતા હોવાની કબૂલાત આપી હતી. બિહારથી ગુજરાતમાં મોબાઇલ ચોરી કરવા આવેલી ગેંગના સુત્રધાર બસીર ઉર્ફે રાજુ હોવાની અને તેની સાથે આવતા તસ્કરોને શ્યામ નામનો શખ્સ હાજરી આપતો હોવાની કબૂલાત આપી છે.કનક રોડ પર  મોબાઇલ ચોરીના તસ્કરોની કડી મળીબસ સ્ટેશનની પાછળ આવેલા કનક રોડ પર શ્યામ પ્રભુ નામની મોબાઇલની દુકાનમાંથી ગત તા.૨૯મીએ  લાખની કિંમતના મોબાઇલની ચોરીમાં સંડોવાયેલા તસ્કરો પણ બિહારના ધોડાસહન ગામના હોવાની ઓળખ મળી છે.સોરઠીયાવાડી સર્કલ પાસેની મોબાઇલની દુકાનમાં થયેલી ચોરીમાં ઝડપાયેલા સુત્રધાર બસીર ઉર્ફે રાજુને શ્યામ પ્રભુ મોબાઇલની દુકાનમાં થયેલી ચોરીની ઘટનાના સીસીટીવી ફુટેજ બતાવતા  મોબાઇલની ચોરીમાં મોતીહારી જિલ્લાના ઘોડાસહન ગામના ઇમ્તીયાઝ, કલાક દેવાન, ઇરસાદ કલામ દેવાન, રિઝવાન ભીખારી દેવાન, ‚સ્તમ કયામુદીન દરજી, રિયાઝ કયામુદીન દરજી, રંજન, હરી કિશોર, સંજય શાહ અને અવિનાશ નામના શખ્સો હોવાનું ઓળખી બતાવ્યું હતું.તમામ શખ્સો ગત તા.૨૯ પહેલાં આઠ દિવસ પહેલાં રાજકોટ આવ્યા હતા અને લીંબડા ચોકમાં આવેલી હોટલ સ્વીટ ડ્રીમમાં રોકાયા હોવાનું જણાવતા પોલીસે હોટલમાંથી ફોટો આઇડી પણ કબ્જે કરી તમામ શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.