Abtak Media Google News

યુનિક આઈડેન્ટીફીકેશન ડેવલોપમેન્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના સંયુકત ઉપક્રમે રાજકોટમાં આધારકાર્ડમાં સુધારા અંગેની કામગીરી પોસ્ટ ઓફિસમાં શ‚ કરાઈ છે તથા નવા આધારકાર્ડની કામગીરીનો પણ પ્રારંભ કરાશે. પોસ્ટ વિભાગ અને યુનિક આઈડેન્ટીફીકેશન ડેવલોપમેન્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના સંયુકત ઉપક્રમે આધારકાર્ડમાં સુધારા (અપડેશન) કરવા અંગેની કામગીરી પોસ્ટ ઓફિસોમાં કરવામાં આવી છે.સરકાર દ્વારા આધારકાર્ડ ફરજીયાત બનાવાયું છે ત્યારે યુઆઈડીએઆઈના પરિપત્ર મુજબ દરરોજ અંદાજીત ૩ લાખ લોકો આધારકાર્ડમાં સુધારા (અપડેશન) કરવામાં આવે છે. જેમાં નામમાં સુધારો, સરનામામાં સુધારો, ફોટોગ્રાફ બદલવા માટે, મોબાઈલ નંબર દાખલ કરવા કે બદલવા માટે લોકો અરજી કરી રહ્યા છે. ત્યારે જાહેર જનતાની સગવડતા માટે રાજકોટ ડિવીઝનની કુલ ૪૬ પોસ્ટ ઓફિસોમાં આધારકાર્ડમાં સુધારા (અપડેશન) કરવાની કામગીરી કરાઈ રહી છે. આધાર કાર્ડમાં સુધારા (અપડેશન) કરવા માટે નિયમાનુસાર ચાર્જ લેવામાં આવશે.રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડમાં સુધારો કરવાની કામગીરીનું ઉદઘાટન (લોકાર્પણ) પોસ્ટ માસ્ટર જનરલ બી.પી.સારંગી દ્વારા તા.૮/૮/૨૦૧૭ના રોજ ૧૧:૦૦ વાગ્યે કરવામાં આવ્યું હતું. આમ આધારકાર્ડમાં સુધારા (અપડેશન) કરાવવા માટે પોસ્ટ ઓફિસની સેવાનો લાભ લેવા માટે જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત ટુંક સમયમાં નવા આધારકાર્ડની કામગીરીનો પણ પ્રારંભ થશે તેવું બી.પી.સારંગીએ જણાવયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.