Abtak Media Google News

મોરબી ટ્રકના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, જોધપર (નદી) ગામની સીમમાં આવેલ મચ્છુ-2 ડેમના પુલ થી જોધપર નદી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ નર્સરી સામે વળાંક પાસે GJ-03-AZ-0387 નંબરનાં ટ્રકનાં ચાલકે પોતાનું ટ્રક ફુલ સ્પીડમા, ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારી ભરી રીતે ચલાવી નીકળી જોધપર ગામ તરફથી આવતા કીશોરભાઇ કરમશીભાઇ ચાવડા નામના યુવકના GJ-03-FC-9734 નંબરનાં સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલને હડફેટમાં લઇ વાહન અકસ્માત કરતા ટ્રકના વ્હીલનો જોટો કીશોરભાઇના માથા ઉપરથી ફરી જતા માથુ ચગદાઇ જતા તેઓનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જયારે આરોપી પોતાનું ટ્રક રેઢું મુકી નાશી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃતકનાં ભાઈ બળદેવભાઇ કરમશીભાઇ ચાવડા દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.