Abtak Media Google News

મોરબીમાં ઘણી ઇમારતો અને દુકાનો જે જર્જરિત હાલતમાં છે આ જર્જરિત દુકાનો મકાનો તૂટી પડવાની કે આવી જર્જરિત ઇમારતોનો કાટમાળ પડવાની ઘટનાઓ અવારનવાર સર્જાતી હોય છે. આવી દુર્ઘટનાઓ નિવારવા મોરબી નગરપાલિકા દ્વારા આવી જર્જરીત અને જોખમી મકાન, દુકાનો ઉતારી લેવા મિલકતના માલિકોને માટે સર્ક્યુલેશન આપી જોખમી અને જર્જરિત ઇમારતો અને દુકાનો ઉતારી લેવા તાકીદ કરવામાં આવ્યા છે.

મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ડી.સી.પરમાર દ્વારા પ્રેસનોટની યાદીમાં જણાવ્યા અનુસાર મોરબી નગરપાલિકા વિસ્તારના તમામ મિલકત ધારોકેને જણાવવાનું કે આપના હસ્તકની ઈમારતો/બાંધકામો પૈકી જે ઈમારતો/બાંધકામો કે તેના ભાગો જર્જરીત અને જોખમી જણાય તેને ગુજરાત નગરપાલિકા અધિનિયમ, ૧૯૬૩ની કલમ-૧૮૨ની જોગવાઈઓને અનુસરી સુરક્ષીત કરવા ઉતારી લેવા આથી ખાસ સુચના આપવામાં આવે છે. જો આપના હસ્તકની ઈમારતો/બાંધકામો કે જેના ભાગો તૂટી પડ્યે કોઈ જાન/માલને નુકશાન થશે તેની સઘળી જવાબદારી આપની અંગત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.