Abtak Media Google News

ડો.ગુપ્તા રાજકોટ જિલ્લાનાં સૌપ્રથમ એવા કલેકટર છે જેને વહીવટી કામગીરીમાં અગ્રેસર રહેવાની સાથો સાથ અનેક સેવાકીય પ્રવૃત્તિ પણ હાથ ધરી ભારે લોકચાહના મેળવી ‘વાઉ’, ‘પ્રેમનો પટારો’ સહિતનાં પ્રોજેકટ જરૂરીયાતમંદો માટે આશીર્વાદરૂ

રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાનો આજે જન્મદિવસ છે. સવારથી તેઓનાં પર અનરાધાર શુભેચ્છાવર્ષા થઈ રહી છે. ડો.રાહુલ ગુપ્તા જિલ્લાનાં સૌપ્રથમ એવા કલેકટર છે કે, તેમને વહિવટી કામગીરીમાં અગ્રેસર રહેવાની સાથોસાથ અનેક સેવાકીય પ્રવૃતિઓ પણ હાથધરીને ભારે લોકચાહના મેળવી છે.

Advertisement

ડો.રાહુલ ગુપ્તા ૨૦૦૪ બેંચનાં આઈએએસ અધિકારી છે. તેઓનો જન્મ તા.૨૦/૮/૧૯૭૯નાં રોજ થયો છે. આજે તેઓ પોતાની સફળ અને યશસ્વી કારકિર્દીનાં ૪૦ વર્ષ પૂર્ણ કરી ૪૧ વર્ષમાં મંગલપ્રવેશ કરી રહ્યા છે. આજે જન્મદિવસ નિમિતે તેઓ પર સવારથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

એક કુશળ વહિવટકર્તાની સાથે તેઓએ સેવાભાવનો પર્યાય બન્યા છે. જિલ્લા કલેકટરનાં કાર્યકાળ દરમિયાન તેઓએ રાજકોટમાં વાઉ પ્રોજેકટ શરૂ કરાવ્યો છે જેની હાલ રાજયભરમાં સર્વત્ર સરાહના થઇ રહી છે. પ્રેમનો પટારો જરૂરીયાતમંદો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. વહિવટી પ્રક્રિયામાં પણ તેઓ અગ્રેસર રહ્યા છે. અપીલ બોર્ડ તેઓએ સમગ્રપણે નીલ કરી વર્ષો જુનાં પ્રશ્ર્નો હલ કર્યા છે. કલેકટર ડો.રાહુલ ગુપ્તા જીવનમાં સફળતાનાં શિખરો હાંસલ કરે તેવી શુભેચ્છા અબતક પરીવાર દ્વારા પાઠવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.