Abtak Media Google News

આજીડેમ ખાતે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો

રાજકોટ મહાનગરપાલીકા દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની આજે જન્મજયંતી પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ આજે સવારે આજીડેમ ખાતે યોજાયો હતો.

vlcsnap 2019 09 25 10h31m51s480

આજે જનસંઘના સ્થાપક પંડીત દીનદયાલ ઉપાઘ્યાયજીનો જન્મદિવસ છે. ત્યારે શહેર ભાજપ દ્વારા ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની આગેવાની હેઠળ અને સંગઠન સરચના ના રાજકોટ મહાનગરના અધિકારી વર્ષાબેન દોશીની ઉ૫સ્થિતિમાં આજી ડેમ ખાતે પંડીત દીનદયાળ ઉપાઘ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. તેમજ શહેરના તમામ બુથોમાં પંડીત દીનદયાળ ઉપાઘ્યાયથી પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

તેમજ શહેરના તમામ બુથોમાં પંડીત દીનદયાલ ઉપાઘ્યાયજીના ફોટાને પુષ્પાંજલી કરવામાં આવેલ હતા. આ તકે આજી ડેમ ખાતે પંડીત દીનદયાલજી ઉપાઘ્યાયજીને પુષ્પાંજલી  કરવામાં આવેલ હતા. આ તકે આજી ડેમ ખાતે પંડીત દીનદયાલજી ઉ૫ાઘ્યાયજીને પુષ્પાંજલી ર્અપણ કરવા બીનાબેન આચાર્ય, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, ભીખાભાઇ વસોયા, મોહનભાઇ વાડોલીયા, મનીષ ભટ્ટ, રાબીયાબેન સરવૈયા, કઁચનબેન સિઘ્ધપુરા, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, રધુ ધોળકીયા, જયોત્સનાબેન હળવદીયા, અનીલભાઇ પારેખ, જીણાભાઇ ચાવડા, જીજ્ઞેશ જોશી, રક્ષાબેન બોળીયા, રસીલાબેન સાકરીયા, પ્રવીણ રાઠોડ વુજભાઇ લુણાસીયા, નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખ, કીરણબેન માંકડીયા, યાકુબભાઇ પઠાણ, ડી.બી. ખીમસુરીયા, પ્રવીણ ચૌહાણ પ્રવીણ કિયાડા સહીત બહોળી સંખ્યામાં પદાધિકારી આગેવાનો કાર્યકરો ઉ૫સ્થિત રહ્યા હતા.

પંડિત દિનદયાળજીની પુસ્તિકા વાંચીએ તો એમાંથી ઘણુ બધુ શીખવા મળે: કમલેશ મિરાણી

vlcsnap 2019 09 25 10h43m34s194

કમલેશ મિરાણી એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ પ્રથમ કાર્યકર તરીકે પંડિત દિનદયાળજીને શ્રધ્ધા સુમન અર્પણ કરૂ છું પંડિત દિન દયાળજી ભાજપ પક્ષની શરૂઆતથી જ જોડાયેલા હતા આજે ૨૫ સપ્ટે.ના રોજ પંડિત દિનદયાળજીનો જન્મ દિવસ છે. આજીડેમ ખાતે આ પુષ્પાંજલી કાર્યક્રમ કરવામાં આવેલ છે. તથા રાજકોટના તમામ બુથ પર જઈ રાજકોટ ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા પુષ્પાંજલી કાર્યક્રમ કરવામાં આવેલ છે.

પંડિત દિનદયાળનું ભાજપ પક્ષ માટે જે મહત્વનું યોગદાન છે. તે જણાવતુ વ્યાખ્યાનનું આયોજન દરેક બુથ પ્રમાણે કરવમાં આવશે. આજે અહી મોટી સંખ્યામાં ભાજપના કોર્પોરેટરો તથા કાર્યકરો અહી ઉપસ્થિત રહ્યા છે.

સંઘમાં દિનદયાળજીનો મોટો ફાળો છે. આજે ૧૦૪મી જન્મજયંતિ છે. ખૂબજ નાની ઉંમરે તેમનું મૃત્યુ થયું છે. પરંતુ દયાળજીની પુસ્તીકા વાચીએ તો એમાંથી આપણને ઘણુ બધુ શીખવા મળી શકે છે. સતા પર આવીને કેવી રીતે સેવા કરવી તે બધુ આ બુકમાં છે.

છેવાડાના માનવીની સેવાએ સંદેશ પંડિત દિનદયાળજીના જીવનમાંથી મળે છે: વર્ષાબેન દોશી

vlcsnap 2019 09 25 10h43m27s126

વર્ષાબેન દોશીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આજે પંડિત દિનદયાળજીની ૧૦૪મી જન્મ જયંતિ પ્રસંગે આજે પંડિત દિનદયાળજીની પ્રતિમા પાસે પુષ્પાયજલીનો કાર્યક્રમ યોજાયો અને રાજકોટના પ્રત્યેક બુથ ઉપર પણ આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ પંડિત દિનદયાળજીનું જીવન એજ અમારો આદર્શ છે. તેની વિચારધારા પર પાર્ટીના અમે કાર્યકરો કામ કરીએ છીએ ત્યારે આજનો દિવસ અમારામાટે બહુ મહત્વનો છે.

પંડિત દિનદયાળજી રાષ્ટ્રીય સંઘના કાર્યથી પ્રભાવિત થયેલા હતા ૧૯૩૭માં એ રાષ્ટ્રીય સેવા સંઘમાં જોડાયા. પૂ. ગૂરૂજીએ દિનદયાળજીના વિચારો મળતા આવે છે. અંતે તો છેવાડાના માનવીની સેવા એ સંદેશ પંડિત દિનદયાળજીની જીવનમાંથી મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.