Abtak Media Google News

મધરાતી કોમર્શીયલ બેંકોને ક્રિપ્ટોકરન્સીના વ્યવહારો બંધ કરવા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો આદેશ

આજી દેશની કોમર્શીયલ બેંકો બીટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીના વ્યવહાર કરી શકશે નહીં. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રિપ્ટોકરન્સીના વ્યવહારને બંધ કરવાના આદેશ આપ્યા છે. ક્રિપ્ટોકરન્સીના માધ્યમી હવાલાકાંડની દહેશત હોવાથી બેંકે આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત ક્રિપ્ટોકરન્સીના કારણે નાણાકીય કૌભાંડો થઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે.

Advertisement

અગાઉ પણ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ક્રિપ્ટોકરન્સીમાં કોઈપણ જાતનો વ્યવહાર કરવા સામે ચેતવણી આપી ચુકી હતી. અત્યારે જો કોઈ ક્રિપ્ટોકરન્સીના વ્યવહાર થઈ ગયા હોય તો તેમાંથી બહાર નિકળવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આજ મધરાત્રીથી ક્રિપ્ટોકરન્સીનો રૂપિયામાં ટ્રેડ બંધ થઈ જશે. ક્રિપ્ટોકરન્સી કંપનીઓ સાથે સંકળાયેલા બેંક એકાઉન્ટને બંધ કરી દેવાશે.

ક્રિપ્ટોકરન્સીમાં ઉંચુ વળતર મળતું હોવાની લાલચે મોટી સંખયામાં ઉધોગકારો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા લાગ્યા હતા જોકે ક્રિપ્ટોકરન્સીનો પરપોટો એકાએક તુટી જાય તેવી દહેશત વચ્ચે આરબીઆઈએ ક્રિપ્ટોકરન્સીના ટ્રેડીંગથી દુર રહેવાની સલાહ પણ આપી હતી. ક્રિપ્ટોકરન્સીની વિશ્ર્વસનિયતા ઘટી જતા હવે આરબીઆઈએ વ્યવહારો બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેની સરાહના થઈ રહી છે.

બીજી તરફ ક્રિપ્ટોકરન્સીના કૌભાંડનો અન્ય એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગુજરાતમાં અમરેલી ખાતે થયેલા રૂ.૫ હજાર કરોડના ક્રિપ્ટોકરન્સીના કૌભાંડમાં કોંગ્રેસે વડી અદાલતના નિયંત્રણ હેઠળના જયુડીશીયલ તપાસપંચની માંગણી કરી છે. આ કૌભાંડ મોટું હોવાનો દાવો કોંગ્રેસ કરી રહી છે. હવાલાકાંડ, અપહરણ સહિતની ઘટનામાં સીબીઆઈ સહિતની તપાસ સંસઓએ કેટલીક ધરપકડો પણ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.