Abtak Media Google News

ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ: પોલીસે બાળકોની શોધખોળ હાથ ધરી

સમગ્ર રાજ્યમા બાળકો ઉઠાવી જનાર ગેંગની અફવાએ જોર પકડ્યુ છે તેવામા હજુ સુધી આવી ગેંગના કોઇ નક્કર પુરાવા મળ્યા નથી પરંતુ ધ્રાગધ્રા શહેરમા ગઇકાલે એક સાથે ત્રણ બાળકો ગુમ થતા લોકોના મનમા આવી ગેંગ ખરેખર સક્રિય હોવાનો ડર પેસી ગયો હતો જેમા ગઇકાલે સાંજના સમયે ધ્રાગધ્રા શહેરના જુદા-જુદા વિસ્તારમાથી ત્રણ બાળકો એક સાથે ગુમ થતાની માહિતી મળી હતી તથા આ ત્રણ બાળકો મિત્રો હતા.

Advertisement

જ્યારે આ ત્રણ બાળકોના માતા-પિતાને મોડી રાત સુધી પોતાના બાળકો ઘેર નહિ આવતા ચિંતીત થયા હતા અને એક બીજા બાળકોના માતા-પિતાને પુછપરછ કરી હતી પરંતુ આ ત્રણેય બાળકો ગુમ હોવાની જાણ થતા દરેક વાલીઓએ પોતાના બાળકોને શોધવા સમગ્ર શહેરને ધમરોળ્યુ હતુ પરંતુ અંતે તેઓના બાળકોની ભાળ નહિ મળતા મોડી રાત્રે ત્રણેય બાળકોના વાલીઓએ ધ્રાગધ્રા સીટી પોલીસનો સંપકઁ કયોઁ હતો.

જેમા ગુમ થયેલ બાળકોમા ધૃવરાજ નિલેશભાઇ પરમાર ઉ:- ૧૩ વષઁ રહે:- ક્લબરોડ પાસે ધ્રાગધ્રા, રવી ઉફેં ભદો રજુભાઇ ઠાકોર ઉ:-૨૦વષઁ રહે:- લાલટાંકી પાસે ધ્રાગધ્રા તથા સમીર યુનુશભાઇ ભટ્ટી ઉ:-૧૪વષઁ ખાટકીવાડ ધ્રાગધ્રાવાળા બાળકો સાંજે ૬:૦૦ વાગ્યાના સમયે એકબીજાના ઘરે આવી બાદમા ત્યાથી એકસાથે નિકળી ગયા હતા અને રાત્રો મોડે સુધી ઘેર પરત નહિ ફરતા તેઓના માતા-પિતા ચીંતીત થયા હતા જ્યારે આ બાળકોના વાલીઓ દ્વારા જણાવાયુ હતુ કે પોતાના બાળકો ક્યારેય મોડી રાત્રી સુધી બહાર નથી રહ્યા તેઓના જીવનનો આ પ્રથમ કિસ્સો છે અને તેઓને બાળકો ઉઠાવી જનાર ગેંગની સક્રિયતાની શંકા પણ વ્યક્ત કરી હતી. જ્યારે હાલતો આ તમામ બાળકો હજુસુધી ઘેર પરત નહિ ફરતા તેઓના વાલીઓની ચીંતામા કલાકે-કલાકે વધારો થતો દેખાય છે તથા હાલ આ સમગ્ર મામલો ધ્રાગધ્રા પંથકમા ચચાઁનો વિષય બન્યો છે ત્યારે પોલીસે જાણવા જોગ અરજી સ્વીકારી બાળકોની તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.