Abtak Media Google News

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી, સાંસદ અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રજી યાદવ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા તેમજ ઝોનના પ્રદેશ મહામંત્રીની ઉપસ્થિતિમાં બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકોમાં આગામી લોકસભાની ચુંટણીને ધ્યાનમાં લઈને જીલ્લાના પદાધિકારીઓ અને આગેવાનોને જ‚રી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.

‘મારુ બુથ મજબુત બુથ’ સુત્રને ધ્યાનમાં લઈને બુથની વ્યવસ્થા અને કેન્દ્ર તેમજ રાજય સરકારની યોજનાઓની માહિતી બુથમાં દરેક મતદારને આપવામાં આવે તે અંગે જરૂરી વ્યવસ્થાની માહિતી આપવામાં આવી હતી. સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, ભ‚ચ, છોટાઉદેપુર, બારડોલી, સુરત, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ અને પોરબંદર લોકસભા સીટસ બેઠકોમાં પદાધિકારીઓ અને આગેવાનો દ્વારા આગામી ચુંટણીમાં આ બેઠકોને ભારે બહુમતીથી ચુંટી લાવવાનો ભરોસો આપવામાં આવ્યો હતો અને તે માટે જ‚રી પ્રચાર અને વ્યવસ્થા ગોઠવવાની ખાતરી પણ આપવામાં આવી છે. આ બેઠકો દરમ્યાન આગેવાનોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.