ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું રાજકોટમાં શાહી સ્વાગત

AMIT SHAH | BHAJAP

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે સોમવારે સાંજે રાજકોટની ટુંકી મુલાકાત લીધી હતી આ તકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીની આગેવાનીમાં ભાજપના કાર્યકરોએ રાષ્ટ્રીય અધ્યક્ષનું શાહી સ્વાગત કર્યું હતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી બે દિવસ માટે ગુજરાતની મૂલાકાતે આવ્યા છે. અને આવતીકાલે સોમનાથ મહાદેવના દર્શન કરવા આવવાના છે ત્યારે અમિતભાઈ શાહ બે દિવસ પૂર્વે જ સોમનાથ પહોચી ગયા હતા રાજકોટ એરપોર્ટ ખાતે તેઓએ જીપની બહાર નીકળીને કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતુ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ અમિત શાહ પ્રથમ વખત રાજકોટ પધાર્યા હોય ભાજપના કાર્યકરોએ તેઓને ઉમળકા ભેર આવકાર્યા હતા.