Abtak Media Google News

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચુંટણીના પરિણામ બાદ ગુજરાતમાં સમયસર ચૂંટણી યોજવી કે વહેલી તેના અંગે નિર્ણય લેવાય શકે છે

ગુજરાત વિધાનસભાની ૨૦૧૭માં યોજાનારી ચૂંટણી માટે તૈયારી કરી રહેલા શાસક પક્ષ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રદેશ આગેવાનો સાથે બેઠક યોજીને ચૂંટણીલક્ષી સંગઠનાત્મક અને સરકારલક્ષી કાર્યક્રમો માટે લેશન આપ્યું હોવાનું જાણવા મળે છે. ચાલુ સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના પ્રવાસ તથા ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષના પાંચ દિવસનું સળંગ રોકાણ ચૂંટણી માટે તૈયારી કરી રહેલા રાજ્ય માટે મહત્વની ગણવામાં આવી રહ્યું છે. વિશેષ કરીને કાલે ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર વાના છે તેમાં સાનુકૂળ પરિણામો બાદ ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાત પર ફોકસ કરે તેવું મનાય છે.

એક શક્યતા એવી પણ જોવાઇ રહી છે કે દોઢ-બે વર્ષથી ગુજરાતમાં ભાજપ માટે અનેક પ્રકારના પડકારો ઊભા થયા છે અને નીતનવી સમસ્યાઓ જન્મ લઇ રહી છે ત્યારે સાનુકૂળ વાતાવરણનો ફાયદો લઇ ગુજરાતની ચૂંટણી વહેલી યોજવી કે કેમ તેનો મહત્વનો નિર્ણય શનિવારે થઇ શકે છે. અમિતભાઇએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રમુખ જીતુ વાઘાણી, સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા સો પણ બંધબારણે લાંબી બેઠક કરી હતી.

જોકે, પ્રદેશના આગેવાનો આ સંદર્ભમાં આજની બેઠકને સાંકળવાનો ઇન્કાર કરીને કહે છે કે, રાષ્ટ્રીય અધ્યક્ષ જે રાજ્યના પ્રવાસે હોય છે ત્યાં સંગઠન અને સરકારના મહત્વના આગેવાનો સો બેઠક યોજતા હોય છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય પણ છે અને એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા રાષ્ટ્રીય અધ્યક્ષના માર્ગદર્શની જ ગુજરાતના આગેવાનો કામ કરી રહ્યા છે એટલે એમના ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓ પ્રદેશ કાર્યાલય આવીને સૌને મળતા હોય છે. આજની બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, ઉપપ્રમુખ ભાર્ગવ ભટ્ટ, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ, મહેસૂલપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવા, સામાજિક અધિકારિતા પ્રધાન આત્મારામ પરમાર, આરોગ્યપ્રધાન શંકર ચૌધરી અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. ડિસેમ્બર મહિનામાં રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં પ્રદેશની બે દિવસીય બેઠક શહેર નજીકના એક ખાનગી રિસોર્ટમાં મળી હતી, આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજવી જોઇએ કે કેમ તેના અંગે દાણો દબાવી જોયો હતો, પરંતુ સરકાર અને સંગઠનની સ્થિતિનો ક્યાસ કાઢ્યા પછી ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર ઇ હતી.

જોકે, એ બેઠકમાં અધ્યક્ષ શાહે આપેલી સૂચના મુજબ આદિવાસી ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી અને એમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સમગ્ર આદિવાસી બેલ્ટમાં પ્રવાસ ખેડ્યો હતો. આ પ્રવાસનો રિપોર્ટ તેમણે આજે અમિતભાઇને આપ્યો હતો. યુવા પ્રમુખ ઋત્વીજ પટેલેના પ્રવાસ દરમિયાન બનેલી ઘટનાઓનું વિશ્લેષણ કરાયું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.