Abtak Media Google News

પ્રમુખ સ્વામી મહારાજની આજે ૯૮મી જન્મજયંતિ: હરિભકતો ભાવુક; ૧૧ દિવસીય મહોત્સવની આજે સાંજે વિરાટ ધર્મસભા સાથે પૂર્ણાહુતિ

પ્રમુખ સ્વામી મહારાજની જીવનગાથાનું સાંજે લાઈવ પ્રસારણ: ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળવા હજારોની મેદની ઉમટશે

રાજકોટના આંગણે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના ૯૮માં જન્મોત્સવ નિમિતે નવ નિર્મિત સ્વામિનારાયણનગરમાં ૧૧ દિવસનાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા જેમાં દેશ વિદેશથી આવતા હરિભકતો તેમજ સૌરાષ્ટ્રની જનતાએ ખૂબજ મોટી સંખ્યામાં આ ઉત્સવનો લાભ લીધો આજે સાંજે ૫ વાગ્યે આયોજીત મુખ્ય સભામાં પ્રમુખ સ્વામી મહારાજનો જન્મોત્સવ ઉજવાશે જેમાં ભાજપના અધ્યક્ષ અમીત શાહ અને મુખ્યમંત્રી રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે.

Advertisement

મહંત સ્વામીની નિશ્રામાં યોજાયેલાઆ ૧૧ દિવસના ઉત્સવમાં ગામેગાથી લોકોએ ઉપસ્થિત રહી સેવાયજ્ઞ અને દર્શનનો લાભ લીધો. અહીના કાલાવાડ રોડ ઉપર આવેલા અક્ષર પુ‚ષોતમ સ્વામિનારાયણ મંદિરનાદ્વિશતાબ્દી મહોત્સવનો પાટોત્સવ યોજાયો જેમાં ભારત દેશની ૨૦૦ નાની મોટી નદીઓ અને સરોવરોનાજળયુકત કળશો અને પંચામૃતથી ઠાકોરજીનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ સાથે જ નવનિર્મિત મંડપમાં નીલકંઠવર્ણી મહારાજની પૂન: પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહંત સ્વામીએ આર્શિવાદ આપ્યા.

આજે પ્રમુખ સ્વામી મહારાજના ૯૮મીજન્મજયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે. અને દેશવિદેશથી હરિભકતોનો પ્રવાહ રાજકોટ તરફ વહી રહ્યો છે. આજે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ મહોત્સવની મુખ્ય સભા સાંજે ૫ કલાકે યોજાશેક જેમાં ખૂબજ મોટી સંખ્યામાં હરિભકતો મહોત્સવનો લાભ લેશે મુખ્યસભામાં ૯૫૦થી વધુસંતો ઉપસ્થિત રહેશે તથા લાખો દીવડાની સમૂહ આરતી કરી પ્રમુખ સ્વામી મહારાજને અંજલી અપાશે.

મહત્વનું છે કે પ્રમુખ સ્વામીમહારાજ એક એવા યુગ પુરૂષ છે જેમણે હિન્દુ સંસ્કૃતિના ઈતિહાસમાં અકલ્પનીય એવા ૧૨૦૦થીવધુ મંદિરોનું નિર્માણ કરી સંસ્કૃતિની ધર્મધ્વજાને સમગ્ર વિશ્વમાં લહેરાવી છે. ત્યારે તેમના ૯૮માં જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે કેટલાય મહાનુભાવો એ આ સંતવિભૂતિ અંગે જણાવ્યું છે અને તેમની સાથેના સંસ્મરણો વાગોળ્યા છે. પ્રમુખ સ્વામીના જીવન ઉપર આધારીત પુસ્તક જીવનગાથામાં એવા કેટલાક પ્રેરક પ્રસંગો છે જે તેમને ‘પ્રમુખસ્વામી’ બનાવે છે.

પ્રમુખ સ્વામી પોતાના કાર્ય, વ્યકિતત્વ અને અસ્તિત્વને પણ કોરે મૂકીને કાર્યરતરહ્યા. યુવાનોની પ્રેરણા સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજમાટે યુવાનો માને છે કે અહી બીજેથી ન મળે તેવો નિદોર્ષ પ્રેમ અને વાત્સલ્ય મળે છે. તે કારણે યુવાનો આકર્ષાય છે. સંસ્થા આજે તેમના ચારિત્ર્યજતનનાં આયોજનો કરે છે. ઉત્સવોઅને શૈક્ષણીક પ્રવૃત્તિઓ સાથે અભ્યાસ અને ધર્મને જીવંત રાખવાની પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાંઆવી છે. જેનાથી તેનું ભવિષ્ય ઉજળુ બને, સાંસારીક કાર્યમાં શાંતિ રાખતા શીખે, શિબિરો,શ્રમયજ્ઞો કરી તેમની અવળે માર્ગે જતી શકિત સન્માર્ગે વાળે છે.યુવાનોને સમજવાની એમની ધગશ, તમન્ના દરેક માન કાર્યઆવા બીજ સમા યુવા સંપર્કના એમના મહત્વના અભિયાનને જ આભારી છે.

યુવાનોને હંમેશા પ્રેરિત કરતા પ્રમુખ સ્વામી

પ્રમુખ સ્વામી મહારાજે ઉપનિષદકાળની‘માતૃદેવો ભવ’ ભાવનાને આ યુગમાં વૈદિક કાળના માર્ગો દોરી રહ્યા છે. વસુધાને કુટુંબ માનવું સહેલુંછે પણ લાખો કુટૂંબો સાથે કુટુંબી જનની જેમ આત્મીયતા સાધી તેમના પ્રશ્ર્નો સુધી પહોચીતેનો ઉકેલ આણવો મુશ્કેલ છે. સ્વામીએ યુવાનોને લક્ષ્મમાં રાખીયુવા મહોત્સવો યોજયા, કિવઝ, સેમિનાર,ડ્રામા, ડિબેટ, રાસ,કીર્તનભકિત, વકતૃત્વ, સ્ટડીસર્કલજેવા શોખને પોષતા તેની સુષુપ્ત શકિતઓજાગૃત થતા સમાજને સારા ગાયકો, સારા કલાકારો સારા વકતાઓ મળ્યા સ્વામી યુવાનોને હંમેશા કહેતા કે આપણે નાનાછીએ તેમનું માનવું તેને જો સાચા હશો તો ગમે તેવો મોટો માણસ તમારી સામે હશે તોય કોઈઅસર થશે નહિ.

જન્મજયંતિ મહોત્સવ દિનની પરેખા

આજે પ્રમુખ સ્વામીનો ૯૮મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. જેમાંભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્ય મંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે. આજ સવારથી બપોરે ૧ વાગ્યા સુધી સ્વામિનારાયણનગરદર્શન કરાશે. લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ બપોરે ૧ વાગ્યા સુધી જોઈશકશે. જન્મજયંતિ મહોત્સવ મુખ્ય સભા સાંજે ૪ કલાકે પ્રવેશ પ્રારંભકરાશે. જન્મજયંતિ મહોત્સવ સભા ૫.૩૦ થી ૮.૩૦ સુધી રહેશે. આ સાથે મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિ અને તેમના આર્શીવચનનો લાભ પણ મળશે. અને અનેક વિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની અદભૂત પ્રસ્તુતી થશે. લાખો હરિભકતો સમૂહ આરતીમાં જોડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.