Abtak Media Google News

બીજેપીએ જમ્મુ કાશ્મીર સરકારમાંથી પોતાનું સમર્થન અંતે પાછું ખેંચી લીધું છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે દિલ્હીમાં રાજ્યના મોટા પાર્ટી નેતાઓ સાથે બેઠક કરી હતી જે બાદ બીજેપીએ સમર્થન પાછું ખેંચી લેવાનો નિર્ણય લીધો છે. આજે સાંઝે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી પોતાના પદ પરથી રાજીનામું આપશે.જમ્મુ કાશ્મીરના મુદ્દે બીજેપીના અધ્યક્ષ અમિત શાહે એક બેઠક બોલાવી હતી આ બેઠકમાં હાજર રહેવા અમિત શાહે જમ્મુ કાશ્મીર સરકારમાં સામેલ પાર્ટીના તમામ મંત્રીઓ અને કેટલાંક શીર્ષ નેતાઓને બોલાવ્યાં હતા.

Advertisement

આ બેઠક પહેલાં અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ મુલાકાત કરી હતી.બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે આજે નવી દિલ્હી સ્થિત અમિત શાહના નિવાસ સ્થાને મુલાકાત થઈ.પ્રાપ્ત થતી માહિતી મુજબ ઘાટીમાં સુરક્ષાને ધ્યાનમાં લઈને આ મુલાકાત થઈ હોય શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.