Abtak Media Google News

ભાજપ દ્વારા આ નવતર ‘કોલ સેન્ટર’ના પ્રયોગ અંતર્ગત રાજ્યની દરેક વિધાનસભા બેઠકમાં ઓછામાં ઓછા એક કોલ સેન્ટર બનાવવામાં આવશે. જરૂર જણાયે કોઈ વિધાનસભા બેઠક વિસ્તારમાં બે, ત્રણ કે ચાર કોલ સેન્ટર પણ ઉભા કરવામાં આવી શકે છે. આ કોલ સેન્ટરની સંખ્યા જે વિધાનસભા બેઠકના ઉમેદવારની જરૂરિયાત મુજબની રહેશે તેમ પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ એક કોલ સેન્ટરમાં ૪૦થી ૫૦ કાર્યકર્તાઓની ટીમ રાખવામાં આવશે. કોલ સેન્ટરની આ ટીમ ભાજપને મિસ્ડ કોલ કરનારા કાર્યકર્તાઓને ફોન કરીને તેમની સાથે વાતચીત કરશે. એટલું જ નહીં તેમને તેમનો મત (Vote) આપવા માટેની અપીલ પણ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા હાથ ધરાયેલા મિસ્ડ કોલ અભિયાન અંતર્ગત દરેક વિધાનસભા બેઠક વિસ્તારમાંથી સરેરાશ ૩૫થી ૪૦ હજાર મિસ્ડ કોલ આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો કે કેટલીક વિધાનસભાની બેઠક ઉપરથી એક લાખથી વધુ મિસ્ડ કોલ આવ્યા હોવાનું પણ જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.