Abtak Media Google News
  • લોકસભાની તમામ 26 બેઠકો માટે  મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયો શરૂ કર્યો બાદ પ્રભારી, કલસ્ટર ઈન્ચાર્જ, સાંસદ અને ધારાસભ્યો સાથે બેઠક
  • ઉમદેવાર કોઈપણ હોય તમારે ‘કમળ’ને જ જોવાનું છે: રાજયકેન્દ્ર સરકારના કામો લોકો સુધી પહોંચાડવા પણ તાકીદ

લોકસભાની ચૂંટણી જાહેર થવાના  આડે હવે બે માસથી પણ ઓછો સમય  બાકી રહ્યો છે. ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સતત ત્રીજી વખત ગુજરાતની  લોકસભાની તમામ બેઠકો જીતવા માટેની  તૈયારીઓ આરંભી દેવામા આવી છે. ચૂંટણીની  તારીખ કે  ઉમેદવારના નામ હજી જાહેર નથી થયા  ત્યાં ભાજપ દ્વારા ગઈકાલે  તમામ  26 બેઠકોપર ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય શરૂ કરી દેવામાં આવ્યા છે. દરમિયાન  આજે બપોરે કમલમ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં લોકસભા બેઠકના  કલસ્ટર ઈન્ચાર્જ,  પ્રભારી,  સંયોજક, ધારાસભ્યો, સાંસદ, શહેર અને  મહાનગરોનાં પ્રમુખની એક બેઠક મળી હતી.  જેમાં તમામને માત્ર એક લીટીનો  આદેશ આપવામાં આવ્યો હતો. રેકોર્ડ બ્રેક  લીડ માટે કામે લાગી જવા માટે તાકીદ કરવામાં આવી હતી.

વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં  મળેલી રેકોર્ડ બ્રેક જીત બાદ તુરંત જ ભાજપ દ્વારા  લોકસભાની ચૂંટણીની  તૈયારીઓ  આરંભી દેવામાં આવી હતી. લોકસભાની તમામ બેઠકોત્રીજી વખત જીતવા અને   પાંચ લાખ મતોનીલીડ સાથે ફતેહ  કરવાનો ટારગેટ  સેટ કરવાામં આવ્યો   હતો. ત્રણ ત્રણ ચાર-ચાર  બેઠકના  કલસ્ટર બનાવવામાં આવ્યા છે. જેના ઈન્ચાર્જ  તરીકે પક્ષના સીનીયર  નેતાઓની નિયુકતી  કરવામાં આવી છે. દરમિયાન  તાજેતરમાં   લોકસભાની તમામ  26 બેઠકો માટે  પ્રભારી અને  સંયોજકોની વરણી કરવામાં  આવરી હતી. ગઈકાલે તમામ બેઠકો પર ચૂંટણી મધ્યસ્થ   કાર્યાલયો  શરૂ કરી દેવામાં આવ્યા છે. હજી ચૂંટણીની તારીખનું  પણ એલાન થયું નથી ઉમેદવારોના નામ પણ નકકી થયા નથી છતા ચૂંટણી કાર્યાલય શરૂ કરવાની   હિંમત માત્ર ભાજપ જ કરી શકે છે.

અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગે ચંગે  સંપન્ન થયાના બીજા જ દિવસથી   ભાજપ ફરી સંપૂર્ણ  પણષ ઈલેકશન મોડમાં આવી ગયું છે.   આજે  બપોરે 3 કલાકે પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને  પ્રદેશ સંગઠન મહામંત્રી  રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં  એક બેઠક યોજાઈ હતી.  આ  બેઠકમાં લોકસભાના કલસ્ટર ઈન્ચાર્જ, લોકસભાના પ્રભારી,  લોકસભાના સંયોજકો, ભાજપના  તમામ ધારાસભ્યો,  તમામ સંસદ  સભ્ય  જિલ્લા અને મહાનગરોનાં પ્રમુખો  ઉપસ્થિત રહ્યા હતા.

તમામને  લોકસભાની આગામી  ચૂંટણી અંગે વિસ્તારપૂર્વક   માર્ગદર્શન   આપવામાં આવ્યું હતુ. લોકસભાની  ચૂંટણીમાં  ભાજપના ઉમેદવાર રેકોર્ડબ્રેક લીડથી જીતે તે માટે તનતોડ  મહેનત કરવા માટે એક લીટીમાં આદેશ આપવામાં આવ્યો છે. ઉમેદવાર કોઈપણ હોય તમારે કમલને ધ્યાનમાં રાખવાનું છે. તેવી કડક  ચેતવણી પણ  આપવામા આવી છે.પ્રદેશ  ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે ગઈકાલે જ ધારાસભ્યોને એવો ઈશારો કર્યા ંહતો કે વિધાનસભાની ચૂંટણીમાં  તમને જેટલી લીડ મળી છે. તેનાથી વધુ લીડ તમારા વિસ્તારમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના  ઉમેદવારોને મળે તેવા  પ્રયાસો  કરવા તાકીદ કરી હતી.

રાજય અને  કેન્દ્ર સરકારની વિવિધ  યોજનાઓ છેવાડાના  માનવી સુધી  પહોચાડવા પણ ખાસ હોમ  વર્ક આપવામાં આવ્યું છે.

મયંક નાયકને ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી બનાવાયા

ભાજપ દ્વારા અગાઉ બે યાદીમાં રાજ્યની લોકસભાની 26 બેઠકો પૈકી 25 બેઠકો માટે પ્રભારી તથા સંયોજકના નામો જાહેર કર્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી- ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના મત વિસ્તાર એવા ગાંધીનગર લોકસભા બેઠક માટે પ્રભારી-સંયોજકની નિયૂક્તી કરવામાં આવી ન હતી. દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી તરીકે પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે મયંકભાઇ નાયકની નિયુક્તી કરવામાં આવી છે. જ્યારે સંયોજક તરીકે સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઇ પટેલ અને સહ સંયોજક તરીકે અમદાવાદ જિલ્લા મહામંત્રી નવદિપસિંહ ડોડિયાની નિયુક્તી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.