Abtak Media Google News

ભારતીય સભ્યતામાં સોનાની મહત્વતા ખૂબ છે.સોનાને સ્ત્રી ધન તરીકે પણ ઓળખવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર અને દિવાળી ધનતેરસ જેવા તહેવારોમાં લોકો સોનાની ખરીદી કરતા હોય છે. આ વર્ષે ગ્રાહકોને સોનામાં અવનવી ડિઝાઇન શોધતા અને પ્રીમિયમ જ્વેલરી તેમની અપેક્ષા મુજબ પૂરી પાડવા રાજકોટ શહેરના પ્રતિષ્ઠિત જ્વેલરના શોરૂમના વેપારીઓ કટિબંધ છે.

દિવાળીની સિઝન પુરબહાર :ગ્રાહકોને તહેવારમાં બેસ્ટ ઓફર ઉપલબ્ધ, ગ્રાહકોમાં પ્રીમિયમ અને યૂનિક જ્વેલરીનો ક્રેઝ: વેપારીઓ

ગ્રાહકોને તેમની અપેક્ષા મુજબની અવનવી જ્વેલરીમાં ડિઝાઇનો મળી રહે છે.પુષ્ય નક્ષત્ર અને દિવાળીના તહેવારમાં ગ્રાહકો ખરીદી કરી શકે એ માટે વેપારીઓ દ્વારા ખૂબ સારા ઓફર રાખવામાં આવી છે. ગ્રાહકો પણ આ વર્ષે સોનાની ધૂમ ખરીદી કરી રહ્યા છે

સારી ઓફર મળવાથી ગ્રાહકોમાં રાજીપો જોવા મળી રહ્યો છે. સોનાની શુદ્ધતા એ ગ્રાહકોની પહેલી પસંદ રહે છે.  પુષ્ય નક્ષત્ર અને દિવાળી તેમજ ધનતેરસના તહેવારમાં ગ્રાહકોએ સોનાની જ્વેલરીમાં ઘણુ અવનવું જોવા મળશે. જ્વેલરીમાં વિશાળ રેન્જ તેમજ યુનિક,લક્ઝરીયસ, પ્રીમિયમ,રેગ્યુલર તમામ પ્રકારની જ્વેલરી ગ્રાહકો ખરીદી કરી શકે તે માટે અબતક દ્વારા શહેરના પ્રતિષ્ઠિત જ્વેલર્સ શોરૂમ ના વેપારીઓ સાથે ખાસ વાતચીત કરી સોનાની જવેલરીમાં અવનવી ડીસાઈન ઓફર પરનો વિશેષ ચિતાર રજૂ કર્યો છે

લાઇટ વેટ-એન્ટિક જવેલરી,રોઝ ગોલ્ડ જેવલરી વધુ ચાલે છે: મયુર સોનીScreenshot 2 4

વજુભાઈ જ્વેલર્સ શોરૂમ ના મયુરભાઈ સોનીએ જણાવ્યું કે છેલ્લા ઘણા દાયકાઓથી અમારા ગ્રાહકો ને અમારી સોનાની શુદ્ધતા પર વિશ્વસનીયતા છે. દિવાળીના ઉત્સવમાં ગ્રાહકોને ઓફરોમાં ખૂબ સારી એવી બેસ્ટ ઓફ બેસ્ટ ઓફર અમે આપી રહ્યા છીએ.લાઇટ વેટ-એન્ટિક જવેલરી,રોઝ ગોલ્ડ જેવલરી વધુ ચાલે છે. દિવાળી અને પુષ્ય નક્ષત્રમાં ગોળની ખરીદીને સારો પ્રતિસાદ મળે છે. દિવાળીમાં પ્રીમિયમ અને રેગ્યુલર ની વિશાળ રેન્જ ગ્રાહકોને મળશે.

ગ્રાહકોનો એમજેઆરને જબ્બર પ્રતિસાદ મળ્યો: મનોજભાઈ રાણપરાScreenshot 4 2

એમજેઆર જ્વેલર્સ શોરૂમના મનોજભાઈ રાણપરાએ જણાવ્યું કે, છેલ્લા ચાર વર્ષથી અમારા શોરૂમને ગ્રાહકોનો જબર પ્રતિસાદ મળી રહ્યો છે અમારા શોરૂમમાં જ્વેલરી નું વિશાળ કલેક્શન છે અને દરેક હટકે કલેક્શન છે.

ડાયમંડ પોલકીમાં અમારી સ્પેશિયાલિટી છે.એન્ટિક અને સુપર એન્ટિક ગ્રાહકો માટે અમે લઈને આવ્યા છીએ. અમારા દેખરેખ નીચે જ્યાં દરેક ઓર્નામેન્ટને તૈયાર કરવામાં આવે છે.ગ્રાહકોને પહેલી જ નજરે અમારી દરેક જ્વેલરી ને જોતા જ પસંદ કરતા હોય છે.

ડી’જેવલ એટલે ડીઝાઈનનો સાચો પર્યાય: દિપાબેન સોનીScreenshot 3 1

ડી’જેવલ શોરૂમના દીપાબેન સોનીએ જણાવ્યું કે, ડી જવેલ્સ એટલે સોનાની જ્વેલરીની ડિઝાઇન નો સાચો પર્યાય છે. ગ્રાહકો આખું વર્ષમાં અમારે ત્યાંથી જ્વેલરી ની ખરીદી કરતા હોય છે. ગ્રાહકો અમારી સર્વિસ અને ફિનિશિંગ ની કારીગરીથી ખુબ ખુશ હોય છે. બિલનદીના કલેક્શનમાં લાઈટ અને હેવી ડીસાઈનમાં દરેક ઓર્નામેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે.તદુપરાંત જે હેવીવેટમાં ડિવાઇન અને હેરિટેજ કલેક્શનમાં પણ અમે લાઈટની એક સરસ મજાની રેન્જ પણ તૈયાર કરી છે.

રિયલ ડાયમંડથી માંડી પ્લેટિનમ સુધીની કલેક્શન મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડમાં ઉપલબ્ધ : વિજયભાઈScreenshot 5 2

મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડના વિજયભાઈ મૂલચંદાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દિવાળી અને પુષ્ય નક્ષત્રને સોનાની ખરીદી માટે શુભ મુહૂર્ત ગણવામાં આવે છે જેથી ગ્રાહકો આવી રહ્યા છે અને ખરીદી કરી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે, આપણે  દિવાળી બાદ લગ્ન-સરાની સીઝન શરૂ થતી હોવાથી લોકો પ્રસંગો અને દિવાળી બંનેની ખરીદી હાલ કરતા હોય છે ત્યારે લોકો માટે અમે મનગમતું કલેક્શન લઈને આવ્યા છીએ જેમાં રિયલ ડાયમંડનું કલેક્શન, વિરાઝ કલેક્શન, પોલ્કી કલેક્શન, ડિવાઇન કલેક્શન સહિતના કલેક્શન ઉપલબ્ધ છે. અમારી પાસે તમામ રેન્જમાં કલેક્શન ઉપલબ્ધ છે તેવું તેમણે જણાવ્યું હતું.

પહેલી નજરમાં ગમી જાય તેવા કલેક્શન સાથે અર્જુન જવેલર્સ આપશે અઢળક ઓફર્સ : આરતી પરમારScreenshot 6 2

અર્જુન જવેલર્સ – નાના મૌવા બ્રાન્ચના મેનેજર આરતી પરમારે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી નાના મૌવા અને મવડી બ્રાન્ચમાં લાઈટ વેઇટથી માંડીને હેવી વેઇટ સુધીનું પ્રીમિયમ કલેક્શન ઉપલબ્ધ છે. ઉપરાંત રોઝ ગોલ્ડ પ્રીમિયમ કલેક્શન, ઇટાલિયન કલેક્શન, હેરિટેજ કલેક્શન, પ્લેટિનમ કલેક્શન પણ ઉપલબ્ધ છે. અમારી તમામ ડિઝાઇન કેટલોગ અને યુનિક ડિઝાઇન છે જે પહેલી નજરમાં જ ગમી જાય તેવી છે તેવું તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે, પુષ્ય નક્ષત્ર અને ધન તેરસ નિમિત્તે અર્જુન જવેલર્સ દ્વારા ગ્રાહકોને મેકિંગ ચાર્જમાં 10% ડિસ્કાઉન્ટ, 65 હજારની ખરીદી પર એક્ટિવાનું વાઉચર, 6.5 લાખની ખરીદી પર કિયા કારનું વાઉચર સહીતની ઓફર આપવામાં આવી રહી છે.

વુડ કલેક્શન સિંગલ પીસ સિંગલ ડિઝાઇન ગ્રાહકોને પસંદ: જય નાઢા

Screenshot 7 2

ગોલ્ડન જેવલર શોરૂમના મેનેજર જય નાઢાએ જાણવ્યું કે, ટૂંકા સમયમાં રાજકોટના લોકોએ અમને ખૂબ સારો પ્રેમ આપ્યો છે. ગ્રાહકોની પસંદગી ને ધ્યાનમાં રાખી વુડ કલેક્શનમાં અમે અમારા પ્રોડક્શન માંથી જ સિંગલ પીસ સિંગલ ડિઝાઇન તૈયાર કરાવડાવી ગ્રાહકોને આપવામાં આવે છે જે મોર પ્રિસિયસ ગ્રાહક માટે બને છે.

ટ્રેડિશનલ રોયલ લુક અને હેરિટેજ ના કોન્સેપ થી ગ્રાહકોને જ્વેલરી પુરી પાડવાના નવા નવતર પ્રયાસ કરવાની સાથે હરહંમેશ પ્રયત્ન કરતા રહ્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.