Abtak Media Google News

જવેલર્સ બીઝનેસના 3પ વર્ષના અનુભવનો ગ્રાહકોને મહત્તમ લાભ આપવાના અભિગમથી રાધીકા જવેલર્સ લોકપ્રિયતાના શીખરે

સોનાના આભુષણોની વાત નિકળે ત્યારે ભારતભરમાં રાજકોટનું નામ સૌથી મોખરે લેવામાં આવે છે. આવા જ રાજકોટમાં આજથી 3પ વર્ષ પહેલા 1987માં સ્વ. મથુરભાઇ ઝીંઝુવાડીયા તથા તેમના પુત્ર અશોકભાઇ ઝીંઝુવાડીયાએ ફકત ર00 સ્કે.ફુટની નાની દુકાનથી સોનીબજારમાં રાધિકા જવેલર્સની સ્થાપના કરી હતી. રાધિકા જવેલર્સે પોતાની આગવી સુઝબુઝથી તથા વિવિધતા સભર આભુષણોની ડિઝાઇનોથી થોડા જ વર્ષોમાં રાજકોટના લોકોના હ્રદયમાં સ્થાન મેળવી લીધું હતું.

ગ્રાહક પ્રત્યેની વિશ્સવાની પરંપરા, ગુણવતા તથા હંમેશા વિવિધતા સાથે અવનવી ડિઝાઇનો આપવાની તેમની કુશળતાથી તેઓ રાજકોટની સોની બજારમાં પોતાનું એક આગવું સ્થાન મેળવી શકયા. 1995માં અશોકભાઇના નાના ભાઇ હરેશભાઇએ ફેમીલી બિઝનેસમાં પિતા તથા મોટાભાઇની સાથે કદમ મીલાવી રાધિકા જવેલર્સને અસીમ સફળતા અપાવી.

2000ની સાલ પછી સોની બજારનો વિકાસ પેલેસ રોડ  ઉપર શરુ થઇ ગયેલ. મોટા તથા પ્રતિષ્ઠિત જવેલર્સે પોતાના શોરુમ પેલેસે રોડ ઉપર કરવાની શરુઆત કરી દીધેલ. વર્ષ 2001માં રાધિકા જવેલર્સ પેલેસ રોડ ઉપર પોતાનો રપ00 સ્કે. ફુટનો ભવ્ય શોરૂમની શરુઆત કરી. આ શોરુમની શરુઆત થતાં જ હવે રાધિકા જવેલર્સ, સૌરાષ્ટ્રમાં એક પ્રતિષ્ઠિત જવેલર્સ તરીકે પ્રસ્થાપીત થઇ ગયું હતું. બિઝનેશનો બહોળો વિકાસ તથા સૌરાષ્ટ્રની પ્રજાનો એટલો બધો પ્રેમ મળ્યો કે 2014માં ગુજરાતભરમાં રાધિકા જવેલર્સ ઇન્કમટેકસ ભરવામાં બીજા નંબરનાં સૌથી મોટા ટેક્ષપેઅર તરીકે સાબીત થયાં.

તદઉપરાંત 2014માં જ જેમ્સ એન્ડ જવેલરી કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા રાધિકા જવેલર્સને ‘બેસ્ટ રીટેલ જવેલરી શોરુમ ઓફ ધ વેસ્ટર્ન ઇન્ડીયા’ના એવોર્ડથી પણ સન્માનીત કરવામાં આવેલ હતાં.રાધિકા જવેલર્સને ભવિષ્યના એવરેસ્ટ જેવા ઉંચા શીખરો પર પહોચાડવા 2017માં રાધિકા જવેલટેક લી. ની સ્થાપના કરી, આ કંપનીને ખબ્લીક લીમીટેડ કંપની તરીકે પ્રસ્થાપીત કરી હતી. કે જે સૌરાષ્ટ્ર-ગુજરાતનાં પ્રથમ જવેલરી કંપની તરીકે સ્ટોક માર્કેટમાં લીસ્ટેડ થઇ હતી.

રાધિકા જવેલર્સે જુની પેઢીનો સાથ મેળવી 2018થી રાજકોટની યુવા પેઢીમાં પોતાની ચાહના મેળવવા અશોકભાઇનાં સૌથી મોટા પુત્ર દર્શીતભાઇ બેઝનેશમાં જોડાયા, જેમણે જેમોલોજીકલ ઇન્ટીટયુટ ઓફ અમેરીકા (ૠઈંઅ) દ્વારા ડિપ્લોમાં  કોર્ષ કરી યુવા પેઢી માટે ખાસ રેર ડિઝાઇન, લાઇટ વેઇટ જવેલરી, ડાયમંડ જવેલરીનો રાજકોટની પ્રજામાં ક્રેઝ ઉભો કર્યો. ત્યારબાદ તેમના નાના ભાઇ જેનીલ તથા મોહિલ પણ ક્રમશ: તેમનાં ફેમીલી બિઝનેસને નવા આયામો આપવા રાધિકા જવેલર્સની ટીમમાં જોડાયા. 2019માં રાજકોટના ગૌરવપથને પણ રાધિકા જવેલર્સે પોતાના ભવિષ્યના ક્રર્મપથ તરીકે પસંદગી કરી.

કાલાવડ રોડની શરુઆત એટલે કે રોડના નામ સમા શ્રી સ્વામીનારાયણ મંદીરના સાનિઘ્યમાં 10000 સ્કે. ફુટનો વિશાળ શોરુમ સ્થાપવાનું સ્વપ્ન શ્રી અશોકભાઇએ વિચાર્યુ અને તેને અમલમાં મુકયું. રાજકોટને સમગ્ર ગુજરાતમાં ના હોય તેવો ભવ્ય તથા અત્યાધુનિક શોરુમ કે જે રાજકોટની શાન – બાન બને તેવું બનાવવાનું બીડું અશોકભાઇએ ઝડપી લીધુ હતું. આ ભવ્ય શોરુમના કામમાં કોરોના કાળની અનેક અડચણો આવી પરંતુ અશોકભાઇ તથા તેમના સમગ્ર રાધિકા જવેલર્સ પરિવારે હા ન માની અને 2022 માં રાજકોટને એક અવિસ્મરણીય તથા ભવ્યાતિભવ્ય શોરૂમની ભેટ આપી.

આ નવા શોરુમમાં જુની પેઢીને સુગમતા તથા મોકળાશ છે તથા યુવા પેઢી માટે તેમની પસંદગીનો ભરપુર વિકલ્પ છે. રાધિકા જવેલર્સ એટલે વ્યવસાય પ્રત્યેની અદમ્ય નિષ્ઠા, વ્યવહાર દક્ષતા, વિશ્ર્વસનીયતા, સાગર જેટલી જવેલરીમાં ડિઝાઇનો… ગોલ્ડ, રીયલ ડામંડ, રોઝ ગોલ્ડ, વિવિધ જેમ્સ સ્ટોન, કસ્ટમાઇઝ ડિઝાઇન, એન્ટીકા તથા જડતર જવેલરીનું વિશાળ વેડીંગ કલેકશન, ફેશનેબલ ડેઇલીવેર, લાઇટવેઇટ વગેરેમાંથી આપની પસંદગી કરી રાધિકા જવેલર્સમાં સોનાની ખરીદી કરી એક યાદગાર અનુભવ મેળવી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.