Abtak Media Google News

કોર્ટનું કામ સૌને ન્યાય અપાવવાનું અને એજ મારૂ લક્ષ્ય: જસ્ટીસ બોબડે

સુપ્રીમ કોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ પોતાની નિવૃતિના બરાબર એક મહિના પૂર્વે ગઈકાલે શુક્રવારે કેન્દ્ર સરકારને પત્ર પાઠવી પોતાના અનુગામી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શરદ અરવિંદ બોબડેની નિમણૂંક કરવા માટેનો ભલામણ પત્ર મોકલ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ એક આગવી પરંપરા અને રિવાજ મુજબ તમામ ન્યાયમૂર્તિઓને કોર્ટ શરૂ થાય તે પહેલા સવારે સાડા દસ વાગે એક ફેરવેલ પાર્ટી યોજી હતી. જેમાં ગોગોઈ તમામને કેક પેસ્ટ્રીથી મીઠા મોઢા કરાવીને કાયદામંત્રી રવિશંકર પ્રસાદને ગોગોઈએ પોતાના અનુગામી તરીકે એસ.એ.બોબડેને નિયુક્ત કરવાનો ભલામણપત્ર લખ્યો હતો.

Advertisement

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ પોતાનો ભલામણ પત્ર એસ.એ.બોબડેને હાોહા આપ્યો હતો. ૧૧મી ઓકટોમ્બરે જ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ પોતાના અનુગામી તરીકેની ભલામણનો પત્ર કાયદામંત્રીને મોકલી દીધો હતો. મુખ્ય ન્યાયમુર્તિના પત્રને વાંચવામાં આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, હું સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડેને મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે અને મારા અનુગામી તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરૂ છું, મારૂ દ્રઢપણે માનવું છે કે ન્યાયમુર્તિ શરદ અરવિંદ બોબડે દેશના મુખ્ય ન્યાયધીશ તરીકે ફરજ માટે સૌથી વધુ યોગ્યપાત્ર છે.

જસ્ટીસ લોન્જ ખાતે આ પત્ર એસ.એ.બોબડેને આપ્યા બાદ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ પોતાના હાથે સુપ્રિમ કોર્ટના ઉપસ્થિત ન્યાયમૂર્તિઓને મલાઈદાર પેસ્ટ્રી હાથો હાથ ખવડાવીને તમામને આશ્ર્ચર્યચકીત કરી દીધા હતાં. તમામે આ સરપ્રાઈઝ પાર્ટીને તાળીઓની વધાવીને ન્યાયમૂર્તિ બોબડેને નવા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે વરણી બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ન્યાયમૂર્તિઓએ એકબીજાને ચોકલેટ વહેચીને ખુશી વ્યકત કરી હતી.

મુખ્ય ન્યાયમુર્તિ રંજન ગોગોઈએ પોતાના અનુગામીના ભલામણપત્રની નકલ પોતાની ચેમ્બરમાં જ બોલાવીને સુપ્રત કરી હતી. ભુતકાળમાં મુખ્ય ન્યાયમૂર્તિ પોતાના અનુગામીનો ભલામણપત્ર નિવૃત તા પૂર્વે છેલ્લા અઠવાડિયે મોકલતાં હોય છે. જેનાથી નવા અનુગામીના નામની અટકળો અને અનિશ્ર્ચિતતા છેલ્લી ઘડી સુધી પ્રવર્તતી રહે છે.

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈને આ ઉજવણીનું કારણ પુછતા તેમણે જણાવ્યું હતું કે, દેશને ટૂંક સમયમાં જ નવા મુખ્ય ન્યાયમૂર્તિ મળી જશે. કાનૂની પ્રક્રિયા અને ઔપચારિક નિમણૂંકની પ્રક્રિયા નવા ન્યાયમૂર્તિ માટે મારો ભલામણ પત્ર સરકારને પાઠવાયો હતો તે ખરેખર આનંદી ઉજવવાનો અવસર ગણાય. કોર્ટની કાર્યવાહી પુરી થયા બાદ ન્યાયમુર્તિ એન.વી.રમન્ના કે જે ૨૦૨૧માં ન્યાયમૂર્તિ એસ.એ.બોબડેની નિવૃતિ પછી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેની નિયુક્તની હરોળમાં સૌથી આગળ છે તે અને અન્ય ન્યાયમુર્તિઓ મુખ્ય ન્યાયમુર્તિ રંજન ગોગોઈની ચેમ્બરમાં રંજન ગોગોઈ અને એસએ બોબડે બન્નેને અભિનંદન આપવા તેમના ચેમ્બરમાં ગયા હતા. ૧૯૫૬માં જન્મેલા એસ.એ.બોબડેએ નાગપુરમાં બી.એ., એલ.એલબી કર્યું હતું. ૧૯૭૮માં બાર કાઉન્સીલના સભ્ય બન્યા અને બોમ્બે હાઈકોર્ટની બેંચમાં પ્રેક્ટિશ શરૂ કરી ૨૦૧૦માં બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ બનાવાયા. ૨૦૧૨ મધ્ય પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા હતા. ૨૦૧૩માં સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ બનેલા એસ.એ.બોબડે હવે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના અનુગામી તરીકે સુપ્રીમના મુખ્ય ન્યાયધીશ બનીને ૨૩ એપ્રીલ ૨૦૨૧માં નિવૃત થઈ જશે. ન્યાયાધીશ અરવિંદ બોબડેએ જણાવ્યું હતું કે, તેમની પ્રાથમિકતા અને લક્ષ્ય મુકદ્દમોને ન્યાય અને માત્ર ન્યાય પહોંચાડવાનું છે કારણ કે અદાલતો ફક્ત તે જ હેતુ માટે અસ્થિતત્વમાં છે. સીજેઆઈ રંજન ગોગોઈએ કેન્દ્ર સરકારને ન્યાયાધીશ બોબડેને આગામી સીજેઆઈ તરીકે નિમણૂક કરવાની ભલામણ કર્યાના કલાકો પછી, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશે કહ્યું હતું.  મારી પ્રાથમિકતા અને લક્ષ્યને ફક્ત એક જ શબ્દ – ન્યાય દ્વારા સમજાવી શકાય છે. મારો મતલબ એ છે કે ન્યાય તમામ મુકદ્દમો. અદાલતો ફક્ત તે હેતુ માટે અસ્થિતત્વ ધરાવે છે અને બીજું કંઈ નથી. આ ન્યાયની અદાલતો છે. કેટલાક પરિમાણોમાં ન્યાયની વ્યાખ્યા કરી શકાય છે કે કેમ તે પૂછતાં તેમણે કહ્યું કે, ન્યાયનો કેન્દ્રિત કેન્દ્ર અથવા ધરી નિશ્ચિત નથી જો કે તે નિર્ધારિત પરિમાણોમાં કડક રીતે કાર્ય કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.