Abtak Media Google News

નવધા કલ્ચરલ કલબ દ્વારા જોડાવવા અનુરોધ

બોલીવુડના અનેક નામી કલાકારોને કોરિયોગ્રાફર કરનાર પ્રખ્યાત કોરિયાગ્રાફર દેવેશ મિરચંદાણી રાજકોટ ખાતે તેમના ગુજરાતના પ્રથમ વર્કશોપ માટે આવી પહોચ્યા છે. નવધા કલ્ચર કલબ  દ્વારા આયોજીત સાત દિવસનો આ વર્કશોપ છેલ્લા બે દિવસથી ચાલી રહ્યો છે. ‘અબતક’ મીડીયાની મુલાકાતે આવેલા આયોજકોએ વિશેષ વિગતો આપી હતી.

રાજકોટ તેમજ ગુજરાત બહારથી પણ ઉત્સાહી યુવક-યુવતિઓ અને ગૃહિણીઓ પોતાની નૃત્યકલાને સુંદર ઓપ આપવા માટે દેવેશ મિરચંદાણી પાસે આ વર્કશોપમાં વિવિધ ગીતો પર ડાન્સ શીખી રહ્યા છે. રાજકોટ ખાતે સાત દિવસના આ વર્કશોપ બાદ એક ભવ્ય ડાન્સ શો પણ આયોજીત થનાર છે. જેમાં દેવેશ મિરચંદાણી પોતે પરફોર્મ કરશે સાથો સાથ આ વર્કશોપમાં ભાગ લેનાર તમામ વ્યકિતઓને પણ દેવેશ મિરચંદાણી સાથે સ્ટેજ પર પરર્ફોમ કરવાની તક આપશે.

વિશેષમાં દેવેશ મિરચંદાણીએ જણાવ્યું હતું કે રાજકોટના લોકોની નૃત્યકલા શીખવા માટેની ઉત્સુકતા જોઇને આગામી ડિસેમ્બર મહિનાથી નવધા કલ્ચરલ કલબ દ્વારા દર મહિને મારા વર્કશોપનું આયોજન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.