Abtak Media Google News

ટ્રેનમાં ડોકટરની સેવા સાથે બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર પણ ઉપલબ્ધ

ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) રીજીનલ ઓફિસ અમદાવાદ , સ્વદેશ દર્શન સ્પેશ્યલ ટ્રેન દ્વારા સાઉથ ઇન્ડિયા ડિવાઇન ટૂર રાજકોટથી રવાના થશે , આ ટ્રેનમાં મુસાફરો સાબરમતી , વડોદરા , કલ્યાણ અને પુણે સ્ટેશનથી પણ બેસી શકશે .  પશ્ચિમ ઝોનના ગ્રુપ જનરલ મેનેજર રાહુલ હિમાલિયન એ જણાવ્યું હતું કે 20 નવેમ્બર 2022 ના રોજ દક્ષિણ દર્શન ટૂર માં મુસાફરોને રામેશ્વરમ , મદુરાઇ , ક્ધયાકુમારી , તિરૂપતિ માટે લઈ જવામાં આવશે.

Advertisement

આ પેકેજ માં ટ્રેન ટિકિટ , ભોજન ( ચા – નાસ્તો , લંચ અને ડિનર ) , માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થા ધર્મશાળા આવાસ / રૂમની સુવિધા ટૂર એસ્કોર્ટ , કોચ સિક્યુરિટી ગાર્ડની સુવિયા , હાઉસકીપિંગ અને જાહેરાતની સુવિધા માહિતી માટે ઉપલબ્ધ હશે . આ પ્રવાસી ટ્રેન રાજકોટથી નીકળી રાજકોટ પરત ફરશે.વધુ માહિતી માટે  079-26582675,8 287931718, 9321901857,9321901849  9321901851,9321901852 પર સંપર્ક ક્રવા. અને  આ સિવાય મુસાફરો અમદાવાદ , વડોદરા , સુરત અને રાજકોટ

આઈઆરસીટીસીની   ઓફિસમાંથી અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકાશેે.

કોવિંડ પ્રોટોકોલને પગલે આઈઆરીટીસી ના પશ્ચિમ ઝોનના ગ્રુપ જનરલ મેનેજર  રાહુલ હિમાલિયન એ જણાવ્યું હતું કે મુસાફરોએ ” કેન્દ્ર સરકારના રસીકરણ કાર્યક્રમમાં ” ભાગ લેવો જોઈએ અને વહેલી તકે રસીકરણ કરાવવું જોઈએ અને કોવિડથી સુરક્ષિત રહેવું જોઇએ . આ યાત્રા તમામ કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવી રહી છે.

મુસાફરોની સલામતી માટે , તમામ મુસાફરોની ટ્રેન દ્વારા મુસાફરી શરૂ કરતા પહેલા થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે , ” આરોગ્ય સેતુ ” એપ ડાઉનલોડ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવશે . ટ્રેનના કોચ અને મુસાફરોનો સામાન સેનિટાઇઝ કરવામાં આવશે . ટ્રેનમાં પ્રાથમિક સારવારની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે અને જરૂર પડશે તો રેલવે ડોક્ટરની પણ માંગણી મુજબ નજીકના સ્ટેશન પર વ્યવસ્થા કરવામાં આવશે . જો કોઇ મુસાફર અસ્વસ્થ બને છે , તો એક અલગ કોચની પણ વ્યવસ્થા રહેશે . અને મુસાફરી દરમિયાન વેકસિનેશન ફરજિયાત છે . ‘ મુસાફરોને સુખદ મુસાફરી માટે આઈઆરસીટીસી  ને સહકાર આપવા  અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.