Abtak Media Google News

તહેવારો આવતા હોવાથી ઓગસ્ટ મહિનો ઓટો સેક્ટરને ફળ્યો

તહેવારોની મોસમ ઘણા ક્ષેત્રો માટે ખૂબ ફાયદાકારક રહી છે.ખાસ કરીને ઓટો સેક્ટર માટે તહેવારોના દિવસો બુસ્ટર ડોઝ બન્યા હતા. વખતે પણ ટ્રેન્ડમાં કોઈ ફેરફાર થયો નથી.ઓગસ્ટ મહિનામાં પેસેન્જર કારના જથ્થાબંધ વેચાણમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે.

ઓટો ઈન્ડસ્ટ્રીના અનુમાન મુજબ ઓગસ્ટ મહિનામાં પેસેન્જર કારનું હોલસેલ વેચાણ 29-31 ટકા વધીને 3.35 લાખથી 3.40 લાખ યુનિટ થયું છે.  મે મહિના સિવાય, છેલ્લા એક વર્ષમાં કોઈપણ એક મહિનામાં જથ્થાબંધ વેચાણમાં આ સૌથી મોટો ઉછાળો છે.  મે મહિના દરમિયાન ઓટો સેક્ટરને પાછલા વર્ષના નીચા આધારને કારણે ઝડપી વૃદ્ધિ નોંધાવવામાં મદદ મળી હતી.  અગાઉ જુલાઈમાં પેસેન્જર કારનું જથ્થાબંધ વેચાણ 3.41 લાખ યુનિટ હતું.  ઓગસ્ટ એ પાંચમો મહિનો છે જ્યારે મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી 3 લાખથી વધુ કાર રવાના કરવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીના ડેટા અનુસાર, ફેક્ટરીઓએ છેલ્લા 12 મહિનામાં દર મહિને સરેરાશ 2,56,868 કાર મોકલી છે.

ઓટો સેક્ટર પર કોરોના મહામારીની ખૂબ જ ખરાબ અસર પડી હતી.  વર્ષ 2020માં મહામારીને કારણે પેસેન્જર કારનું વેચાણ ઘટીને માત્ર 24.3 લાખ યુનિટ થયું હતું.  જોકે, ત્યારથી માંગમાં ઝડપી સુધારો જોવા મળ્યો છે.  દરમિયાન, ઓટો સેક્ટરે પણ સપ્લાય ચેઇન સમસ્યાઓ અને સેમિક્ધડક્ટરની અછત જેવી કટોકટીનો સામનો કરવો પડ્યો છે.  છેલ્લા કેટલાક મહિનામાં સેમિક્ધડક્ટરની ઉપલબ્ધતામાં સુધારો થયો છે, જે કાર કંપનીઓને ઉત્પાદન વધારવામાં અને બાકી બુકિંગ સાફ કરવામાં મદદ કરે છે.

 જુદી-જુદી કં5નીઓના કાર વેંચાણના આંકડા

કંપની                ઓગસ્ટ-21             ઓગસ્ટ-22                  વધારો

મારૂતિ સુઝુકી     103,187                 134,166                 30%

હ્યુન્ડાઇ               46,866                   49,510                   6%

ટાટા મોટર્સ         28,018                   47,166                   68%

એમ એન્ડ એમ    15,973                   29,852                   87%

કીયા                 16,783                   22,322                   33%

ટોયોટા             12,772                   14,959                   17%

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.