Abtak Media Google News

તહેવારોને કારણે છેલ્લાં ત્રણ મહિનામાં ઘી, બટરની માંગમાં વધારો

કોરોના કાળના કપરા બે વર્ષ પછી ભારતીયોએ ખૂબ જ ધામધૂમપૂર્વક તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને દૂધ ઉત્પાદનો જેવા કે બટર, ઘી, ચીઝ વગેરેનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેને કારણે દૂધ ઉત્પાદનોમાં બમણો વધારો કરવામાં આવ્યો છે છતા પણ માર્કેટમાં દૂધ ઉત્પાદનોની અછત જણાઈ રહી છે. જેનું મુખ્ય કારણ દૂધ ઉત્પાદનોની નિકાસમાં થયેલો વધારો છે.

એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (અઙઊઉઅ) એ આપેલી માહીતી મુજબ ભારતમાંથી ચાલુ વર્ષ 2021-’22માં 19,954 ટન બટરની નિકાસ થઈ છે જ્યારે ગયા વર્ષે 4,449 ટન બટરની નિકાસ થતી હતી જે ગયા વર્ષની સરખામણીમાં સાડા ચાર ગણી વધારે છે જ્યારે મિલ્ક પાવડરની નિકાસ માર્ચ મહિનાના અંત સુધીમાં વધીને 46,285 ટન થઈ છે જે લગભગ સાડા ત્રણ ગણી જ્યારે ઘી ની નિકાસ 10,689 ટન એટલે કે 10% જેટલી વધી છે. કુલ દૂધ ઉત્પાદનોની નિકાસમાં આશરે 16 થી 17 અબજ રૂપિયાથી વધીને 31 થી 32 અબજ રૂપિયા જેટલો થયો છે.

પુણે ની પરાગ મિલ્ક ફૂડ્સના ચેરમેન દેવેન્દ્ર શાહે જણાવ્યું હતું કે લોકોની માંગ પ્રમાણે પૂરતો પુરવઠો નથી જેનું કારણ નાણાકીય વર્ષ 2022માં મિલ્ક પાવડર અને ઘીની થતી સૌથી વધુ નિકાસ છે.જેમાં પણ ખાસ કરીને નાણાકીય વર્ષ 2022માં ભારતમાંથી સૌથી વધુ મિલ્ક પાવડર અને ઘીની નિકાસ બાંગ્લાદેશ, યુએઈ અને બહેરીનમાં થઈ છે.અમૂલ કંપનીએ દૂધ ઉત્પાદનોમાં ભારતનું સૌથી વધુ નિકાસ કરતી કંપની છે જેમાં અમૂલનો ભારતના ડેરી પ્રોડક્ટસના 90% કરતા વધારે હિસ્સો બટરના લોકલ માર્કેટના વેચાણ માં ધરાવતું હતું, કે જે હવે જાણે લોકલ બજારમાં દેખાતું જ બંધ થઈ ગયું તેમજ છેલ્લા ત્રણ મહિનાથી નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોના કારણે દૂધ ની માંગ લોકોમાં ખૂબ જ વધારે જોવા મળી હતી.

અમૂલે 10થી 11% જેટલો ફેટ મિલ્કના વેચાણમાં વધારો કર્યો છે જેને કારણે લોકલ માર્કેટમાં ઘી અને બટરની અછત વર્તાઈ રહી છે. અમૂલના માલિક આર એસ સોઢીએ જણાવ્યું હતું કે મોટા ભાગે 60% જેટલું વેચાણ ફેટ મિલ્કનું થતું હોય છે જેમાં છેલ્લાં 2 થી 3 મહિના દરમ્યાન 11% જેટલો વધારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.