Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતું ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમ રીતે ડગલા  ભરી રહ્યું છે, અત્યાર સુધી આર્થિકક્ષેત્રે આર્થિકવિકાસ દર ની વૃદ્ધિ ની રફતારમાં ઘટ ના આવે, ઝડપ વધારવા અને વૃદ્ધિદર નિયત લક્ષ્ય મુજબ જળવાઈ રહે તેની જ ચિંતા ચર્ચા અને આયોજન થતા હતા, હવે સમય બદલાયો છે હવે તો અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલર નું કદ આપવા માટેના મક્કમ પગલા લેવાનું શરૂ થયૂ છે, ભારત વિશ્વની આર્થિક મહાસત્તાઓ ની હરોળમાં આવવા માટે લગભગ સજજ બની ગયું છે અને અનેકવિધ પુરોગામી પગલા અને આર્થિક નીતિઓના કારણે પાંચ અમેરિકન ડોલરનું આર્થિક સામ્રાજ્ય ઊભું કરવા માટે જે સમયગાળો નિશ્ચિત બનાવવામાં આવ્યો છે તે હવે નિશ્ચિત પણે ઘટી જશે અને ધારણાથી વધુ ઝડપ થી અર્થતંત્ર પાંચ ટ્રીલીયન ડોલર નું થઈ જશે.

ભારતના અર્થતંત્ર ના વેગ પર હવે વિશ્વ વિશ્વાસ મૂકતું થયું છે, અર્થતંત્રની ફૂલગુલાબી પરિસ્થિતિ અને સારાભવિષ્યની આલબેલ શેરબજાર ગણાય છે, ભારતીય શેર બજાર પર સ્થાનિક રોકાણકારોથી સવિશેષ વિદેશી મૂડી રોકાણકારોનું વિશ્વાસ વધ્યો છે, અત્યારે ભારતીય મૂડીબજાર તેજીના પવનવેગી ઘોડા પર સવાર થઈ ચૂકી છે શેરબજારની તેજી અવશ્યપણે અર્થતંત્રની તંદુરસ્તીની  ’આલબેલ” ગણાય છે. શેરબજાર એ ભારત ના આર્થિક મહાસત્તા બનવાના લક્ષ્ય માટે વિશ્વાસની મહોર લગાવી દીધી હોય તેમ દરેક તબક્કે ભારતીય શેરબજારમાં તેજીનો ચમકારો દેખાય છે. શેરબજારને ’અર્થતંત્રની આરસી” ગણવામાં આવે છે આર્થિક સધ્ધરતા મુજબ બજારનો વિશ્વાસ વધે છે ,ત્યારે શેરબજારની અવિરત તેજીને દેશના અર્થતંત્ર ની સુધારી સ્થિતિ અને ભારતના આર્થિક મહાસત્તા બનવાની હાલ બેલ જરૂરથી ગણી શકાય મૂડી બજારમાં તેજી મંદિ એક નદીના બે કાંઠા જેવા હોય છે અલબત્ત ભારતીય મૂડી બજાર જે વિશ્વાસથી આગળ વધી રહ્યું છે તે ની ધરોહર દેશની આર્થિક સ્થિતિને જ ગણી શકાય.

અર્થતંત્રને મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા લેવાય રહેલા પગલાં ઉચિત અને અસરકારક સાબિત થઈ રહ્યા છે, મેક ઇન ઇન્ડિયા અને કૃષિ અને ઉત્પાદન વૃદ્ધિથી આયાતનું ભારણ ઘટાડી વિદેશી વસ્તુઓની અવેજીમાં સ્થાનિક ઉત્પાદનના ઉપયોગ પેટ્રોલ ડીઝલ જેવા ઇંધણના બદલે સૂર્ય અને પવન ઊર્જાનો વપરાશ ઈલેક્ટ્રીક વાહનો નો ઉપયોગ અને દૂરંદેશી આર્થિક નીતિ ના કારણે મજબૂત બનતી આર્થિક સધરતાનુ પ્રતિબિંબ શેર બજારમાં દેખાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.