Abtak Media Google News

ભારતના શેર બજારમાં આજે સતત બીજા દિવસે મંદીની મોકાણ જોવા મળી હતી. સેન્સેકસ અને નિફટીમાં તોતીંગ કડાકા બોલી ગયા હતાં. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે 9 પૈસા તુટી 75.86ની ઐતિહાસીક સપાટીએ પહોંચી ગયો હતો. જ્યારે બુલીયન બજાર પણ રેડ ઝોનમાં જોવા મળી હતી. આજે સતત બીજા દિવસે મુંબઈ શેર બજારના બન્ને આગેવાન ઈન્ડેકક્ષો રેડ ઝોનમાં ખુલ્યા હતાં.

ઈન્ટ્રાડેમાં સેન્સેકસે 58322.42ની હાઈ સપાટી અને 58803.89ની નીચલી સપાટી હાંસલ કરી હતી. આજે બજારમાં 500 થી વધુ પોઈન્ટની અફરાતફરી જોવા મળી હતી. જ્યારે ઈન્ટ્રા ડેમાં નિફટી પણ એક તબક્કે 17376.20 સુધી પહોંચ્યા બાદ નીચે સરકી 17225.80 સુધી આવી ગઈ હતી. સતત બીજા દિવસે બજારમાં મંદીનો માહોલ જોવા મળતાં રોકાણકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. બુલિયન બજાર પણ આજે રેડ ઝોનમાં રહ્યું હતું.

આજની મંદીમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, ડેવીસ લેબ્સ, નેશ્લે અનેં હિન્દાલકો જેવી કંપનીના શેરોના ભાવમાં 4 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ટાટા કોઈન્સ, આઈ.ટી.સી., બજાજ ફાયનાન્, ભારતીય એરટેલ જેવી કંપનીના શેરોના ભાવમાં 2 થી 3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

અમેરિકી ડોલર સામે ભારીય રૂપિયામાં ધોવાણ સતત ચાલુ છે.  આજે પણ રૂપિયો 9 પૈસા તુટયો હતો.આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસ 361 પોઈન્ટનાં ઘટાડા સાથે 57922, નિફટી 105 પોઈન્ટના ઘટાડા સાથે 17262 સાથે ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 9 પૈસાના ઘટાડા સાથે 74.86 પર ટ્રેડ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.