Abtak Media Google News

વઢવાણમાં ટ્રાન્સપોર્ટની ઓફીસ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

કાર, રીક્ષા 862 બોટલ દારૂ અને મોબાઈલ મળી, રૂ.7.45 લાખના મુદામાલ સાથે બે શખ્સો ઝડપાયા; ચાર શખ્સોની શોધખોળ

બૂટલેગરો પોલીસથી બચવા માટે અનેક નવા કિમીયા કરતા હોય છે. પરંતુ પોલીસથી બચવું મુશ્કેલ છે ત્યારે ગોવાથી ટ્રાન્સપોર્ટની આડમાં મંગાવેલો વિદેશી દારૂ વઢવાણ ટ્રાન્સપોર્ટની ઓફીસ નજીકથી 862 બોટલ દારૂ, કાર, રીક્ષા અને મોબાઈલ મળી રૂ. 7.45 લાખના મુદામાલ સાથે બે શખ્સોને સુરેન્દ્રનગર એલ.સી.બી.ની ટીમે ઝડપી અન્ય ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, સુરેન્દ્રનગરના વઢવાણ જી.આઈ.ડી.સી.માં ટીસીઆઈ એકસપ્રેસ નામના ટ્રાન્સપોર્ટમાં ગોવાથી વિદેશી દારૂનો જથ્થો વઢવાણમાં રહેતો તનવીર અહેમદભાઈ જુણેજા નામનો શખ્સ મંગાવતો હોવાની બાતમી સુરેન્દ્રનગર એલ.સી.બી.નાં એ.એસ.આઈ. એન.ડી. ચુડાસમાને મળતા એલ.સી.બી. પી.આઈ. એમ.ડી. ચૌધરી સહિતનો સ્ટાફ વઢવાણમાં આવેલી ટીસીઆઈ એકસપ્રેસ નામના ટ્રાન્સપોર્ટની ઓફીસે પહોચી ઓફીસ નજીક પડેલી જી.જે.09 9690ની તલાશી લેતા તેમાંથી સફેદ કલરનાં 12 પાર્સલ મળી આવતા તે ખોલતા તેમાંથી વિદેશી દારૂની કુલ 862 બોટલ મળી આવતા રીક્ષા ચાલક અલ્ફીશાન મહેબુબભાઈ શેખ તેમજ ગોવાથી શરાબ મંગાવનાર વઢવાણની સુડવેલ સોસાયટીમાં રહેતો તનવીર અહેમદભાઈ જુનેજાને ઝડપી કાર, રીક્ષા શરાબ અને મોબાઈલ મળી રૂ. 7.45 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

બૂટલેગર તનવીરને પોલીસે ઝડપાયેલો શરાબ કયાથી મંગાવ્યો હોવાની પુછપરછ કરતા તેને શરાબ ગોવામાં રહેતો ધીરજશીંગ અને આકાશશીંગ નામના શખ્સો પાસેથી મંગાવી શરાબનું પેમેન્ટ આકાશશીંગ નામના શખ્સો ફોન પે કરી મોકલતો હતો અને આ શરાબ તેને બોટાદ ગામે રહેતો રાહુલ ઓડ માટે મંગાવ્યાની કબુલાત આપી હતી. પોલીસે ચારે શખ્સો વિરૂધ્ધ પ્રોહીબીશનનાં ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.