Abtak Media Google News

બોટાદના વકીલને કેસ લડવા બાબતે થયેલી માથાકૂટમાં ત્રણ મહિલા સહિત પાંચ સામે નોંધાતો ગુનો

બોટાદમાં કેસ સાસુનો લડવા બાબતે પુત્રવધુ અને બે મહિલા સહિત પાંચ શખ્સોએ માર મારી, મોબાઈલ તોડી સોનાનો ચેઇન લૂંટી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બોટાદમાં રહેતા અને વકીલાત કરતા પંકજભાઈ અનંતરાય રાવલએ કોકિલાબેન રામજીભાઈ પરમારનો કેસ લડતા હોય જે બાબતે તેમના પુત્રવધુ ડિમ્પલબેન પરમારે “તમે મારા સાસુનો કેસ કેમ લડો છો? અને મારા પતિ વિરુદ્ધ કેમ ફરિયાદ કરો છો?” કહી મારકૂટ કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

પોલીસ ફરિયાદમાં વકીલ પંકજ રાવલએ જણાવ્યા મુજબ પોતે સુંદરમ સ્કૂલ ખાતે હતા ત્યારે ડિમ્પલબેન દિનેશ પરમાર, નીતાબેન કમલેશ પરમાર, મધુબેન જગદીશ પરમાર, જય ઉર્ફે કાનો જગદીશ પરમાર અને આનંદ કમલેશ પરમારે તમે કેસ કેમ લડો છો તેમ કહીને વકીલને મારમારી મોબાઈલ તોડી નાખી સોનાનો ચેઇન લૂંટી નાસી ગયા હતા. પોલીસે ત્રણ મહિલા સહિત પાંચ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.