Abtak Media Google News

આપણી આસપાસ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શહેરના કુવાડવા રોડ પર ફરી એક આગજનીનો બનાવ સામે આવ્યો છે. રાજકોટમાં મોડી કુવાડવા રોડ પર ટ્રક અને ટેન્ડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને વાહન બળીને ખાખ થયા છે.

રાજકોટના કુવાડવા રોડ પર આવેલા કુવાડવા પોલીસ સ્ટેશની નજીક સાત હનુમાન પાસે આ આકસ્માત થયો હતો. જ્યાં ઈંધણ ભરેલા ટેન્કર અને સિમેન્ટ ભરેલા ટ્રક ટકરાતાં આગ ભભૂકી હતી. બનાવને પગલે હાઇવે પર થોડા સમય સુધી ટ્રાફિકજામ થયો હતો. ઘટનાસ્થળે લોકોને ટોળાં પણ એકઠા થઈ ગયા હતા.

આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ બંને ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. આગ બૂઝાઇ જતા ત્યારબાદ પોલીસે દ્વારા ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો અને રાજકોટ-અમદાવાદ હાઈવે પર રાબેતા મુજબ વાહનોની અવરજવર પણ શરૂ કરવામાં આવી હતી.  આગ પર કાબૂ મેળવ્યો હતો.

સમગ્ર ઘટનામાં સિમેન્ટ ભરેલા ટ્રકના  ડ્રાઈવર છગનભાઈ મકવાણા નામના વ્યક્તિ દાઝી જતાં તેમને શહેરની સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ રાણાવાવના છગનભાઈ મકવાણાની રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.