Abtak Media Google News

૧ ફેબ્રુઆરીના રોજ રજુ થનારા બજેટમાં હાલમાં જ અમલમાં મુકાયેલા GST દરમાં ફેરફાર થઈ શકે છે તેવા સંકેત નાણામંત્રી અરુણ જેટલીએ આપ્યા છે. આમ પણ GST ના અમલ બાદ અત્યાર સુધી ત્રણ વાર તેના દરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેમજ આગામી દિવસોમાં ફેરફાર કરવાની બાબતને પણ સ્વીકારી છે.

આ અંગે નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે GST ના લીધે ખુબ જ ઓછા સમયમાં સ્થિરતા આવી છે. તેથી GST નો બેઝ વધારવા માટે તેના દરમાં બદલાવને અવકાશ છે. તેમજ દેશના આ સીસ્ટમને સ્થિર કરવામાં અન્ય દેશો કરતા ઓછો સમય લાગ્યો છે.

ઉલ્લેખનીય કે , હાલમાં પૂર્ણ થયેલા ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ GST ને દરો અને તેના અમલને લઈને મોદી સરકારને ભીંસમાં લીધી હતી. જેના કારણે ગુજરાત સરકારે એક તબક્કે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં ઘટાડો કરવાની ફરજ પડી હતી. તેમજ કેન્દ્ર સરકારે પણ અનેક ચીજ વસ્તુઓના GST દરમાં ઘટાડો કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.