Abtak Media Google News

આર્યુવેદિક પધ્ધતીથી થતી સારવાર તરફ વળવાની પહેલ

રાજયમાં વધુ 150 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત કરાશે: પ્રધાનમંત્રી જન આરોગ્ય અને માઁ વાત્સલ્ય યોજના માટે રૂ.1106 કરોડ ફાળવાયા: આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.11,323 કરોડની જોગવાઇ

રાજય સરકારે આર્યુવેર્દિક પધ્ધતિથી થતી સારવાર તરફ વળવાની નવી પહેલ કરી છે જેમા રાજયની 20 સિવિલ હોસ્પિટલોમાં ડે-કેર પંચકર્મ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત રાજયમાં વધુ 150 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત કરવાની પણ જાહેરાત થઇ છે.

નાણામંત્રી નિતિન પટેલે જણાવ્યુ હતું કે વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ, અમારા કોરગૃપના માધ્યમથી ગુજરાત રાજ્યમાં કોવિડ મહામારી દરમ્યાન કરેલ અભૂતપૂર્વ કામગીરીની હું પુન: એકવાર આ સન્માનનીય સભાગૃહને યાદ અપાવું છું. રાજ્યમાં 9231 પેટા આરોગ્ય કેન્દ્રો, 1477 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 321 શહેરી આરોગ્ય કેન્દ્રો અને 348 સામુદાયિક આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આરોગ્યક્ષેત્રે વિકસાવવામાં આવેલી આ પાયાની સુવિધાઓના કારણે રાજય સરકારે આરોગ્ય સૂચકાંકમાં ડા, ખૂબજ સારો સુધારો હાંસલ કરેલ છે.

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને રાજય સરકારની મુખ્યમંત્રી મા-વાત્સલ્ય યોજના ગરીબ અને નાના મધ્યમ વર્ગના પરીવારો માટે ખૂબજ આશીર્વાદરૂપ પુરવાર થયેલ છે. આ યોજના દ્વારા લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિના મૂલ્ય આપવામાં આવે છે. આ યોજના માટે રૂ.1106 કરોડની જોગવાઇ કરી છે. રાજ્યમાં ઓછા વજન સાથે જન્મતા બાળકોને વિના મુલ્ય સારવાર પૂરી પાડતી યોજના બાલસખા-3 માટે રૂ. 145 કરોડની જોગવાઈ.નવી સિવિલ હોસ્પિટલ, અમદાવાદની સુવિધાઓને અપગ્રેડ કરવા માટે 87 કરોડની જોગવાઈ કરી છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સગર્ભા માતાઓને સહાય માટે 266 કરોડની જોગવાઈ કરી છે.ભારત સરકારના સહયોગથી ગોધરા અને મોરબી ખાતે બનાવવામાં આવનાર નવી મેડિકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલોને અપગ્રેડ કરવા માટે રૂ.50 કરોડની જોગવાઈ કરી છે. ખુબ જ લોકપ્રિય અને ઉપયોગી બનેલ 108 એમ્બ્યુલન્સ સર્વિસમાં હાલ 622 એમ્બ્યુલન્સ વાન કાર્યરત છે. નવી 150 એમ્બ્યુલન્સ વાન સેવારત કરવા રૂ.30 કરોડની જોગવાઇ કરી છે. સુરત ખાતે કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા માટે સાઘન સામગ્રી અને માનવ સંશાધન ઉપલબ્ધ કરાવવા માટે રૂ.25 કરોડની જોગવાઇ કરી છે.

રસીકરણની કામગીરી સુચારુરૂપથી કરવા માટે રાજયકક્ષાએ ખાસ રસીકરણ સેલ ઉભો કરવામાં આવશે. વધુમાં 9 જિલ્લામાં મેડિકલ વેસીન સ્ટોરના બાંધકામ માટે રૂ.3 કરોડની જોગવાઇ કરી છે. 20 સિવિલ હોસ્પિટલો ખાતે આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર પૂરી પાડવા ડે કેર પંચકર્મ સેન્ટર શરૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.