Abtak Media Google News

ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ૮.૭૪ ટકાનો વધારો જોવા મળશે

ગુજરાત રાજ્યમાં સારા વરસાદના પગલે ચાલુ વર્ષે મગફળીનું સંપત ઉત્પાદન થવાની આશા પ્રવર્તિત થઈ રહી છે એટલું જ નહીં સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર એસોસિએશન (એસઇએ ) આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન ૩૮ લાખ ટનને પાર પહોંચી શકે છે જે ગત વર્ષે ૩૫.૪૫ લાખ ટન પહોંચ્યું હતું. જેમાં ચાલુ વર્ષે 8.74 ટકા નો વધારો પણ જોવા મળશે. એસોસિએશનનો માનવું છે કે ચાલુ સિઝનમાં જે વરસાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં પડ્યો સામે એક પણ પાકને નુકસાન ન પહોંચતાં આ આશા સેવાઈ રહી છે. બીજી તરફ ટેકાના ભાવના પગલે સીંગતેલમાં નહીંવત જેવો જ ઘટાડો જોવા મળશે.

ચાલુ વર્ષમાં મગફળી માટે મુજે બિયારણ મૂકવામાં આવતું હોય તે જૂનના બીજા થી શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ જૂન માસમાં વરસાદની અછતના પગલે ખેડૂતોને એ વાતનો ડર હતો કે તેમના મગફળી મુજે વાવેતર કર્યું છે તેમાં તેઓને નુકસાની ન મળે ત્યાર બાદ જુલાઇ માસમાં વરસાદ ચાલુ થતાં ઓગસ્ટ સ્ટેન્ડ સુધી જોવા મળ્યો હતો જેનો સીધો જ ફાયદો ખેડૂતોને પહોંચ્યો છે. બીજી તરફ ચાલુ સિઝનમાં સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવેલું છે ક્યારે વરસાદ સારો થતાં તેનો સીધો જ ફાયદો ખેડૂતોને પહોંચ્યો છે. એસોસિએશનના જણાવ્યા મુજબ ગુજરાતમાં મગફળીનું વાવેતર 1.55 લાખ હેક્ટરમાં થયું હતું. પરંતુ ગત વર્ષની સરખામણીમાં સોયાબીન સામે મગફળી નું વાવેતર ઓછું જોવા મળ્યું છે.

ઓછા વાવેતર ની સામે ગુજરાતમાં મગફળીનું જે બમ્પર ઉત્પાદન થવાની આશા સેવાઈ રહી છે તેનું મુખ્ય કારણ એ છે કે વરસાદ ખૂબ વધુ માત્રામાં હોવા છતાં પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી પરિણામે મગફળીના ઉત્પાદનમાં બમ્પર વધારો થયો છે. બીજી તરફ તારા ઉત્પાદનની સાથે મગફળીમાં ટેકાનો ભાવ પણ ખેડૂતોને તારો મળી રહેશે ત્યારે એ વાતની પણ આશા સેવાઈ રહી છે કે આ વખતે સીંગતેલનો ડબ્બો 2500 ની આજુબાજુ રહેશે. દર વર્ષે ખેડૂતો મગફળીનું ઉત્પાદન ખૂબ વધુ માત્રામાં કરતા હોય છે પરંતુ કોઈના કોઈ કારણોસર જે ઉત્પાદન થવું જોઈએ તે થઈ શકતું નથી પરંતુ ચાલુ વર્ષે ઉત્પાદન ખૂબ જ સારું એવું કહ્યું હતું જેનો સીધો ફાયદો હવે જગતના તાતને મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.