Abtak Media Google News

ફાયર બ્રિગેડના આઠેય સ્ટેશનના નંબરો જાહેર કરાયા

ચોમાસાની સીઝનમાં શહેરમાં જે તે વિસ્તારમાં વરસાદના પાણી ભરાવા, ઝાડ પડવા કે નીચાણવાળા કે નદી કાંઠા વિસ્તારમાં પાણી ફરી વળે ત્યારે ફરિયાદ નોંધાવવા માટે આજે મહાપાલિકા દ્વારા આજે કોલ સેન્ટર તા જે તે ઝોનના જવાબદાર અધિકારીને અને ફાયર બ્રિગેડના આઠેય સ્ટેશનના નંબર જાહેર કરવામાં આવ્યા છે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર બીનાબેન આચાર્ય તથા સ્ટે.ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા મોનસુન કામગીરી માટે જયુબેલી બાગ ખાતે મુખ્ય કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે જેના ટેલીફોન નંબર (૦૨૮૧) ૨૨૨૫૭૦૭ અને ૨૨૨૮૭૪૧ છે. સેન્ટ્રલ ઝોનના સિટી એન્જીનીયર કામલીયાના મો.૯૭૧૪૫૦૩૭૦૯ જયારે ડેપ્યુટી એન્જીનીયર શ્રીવાસ્તવના મો.૯૬૨૪૭૦૦૫૨૨ છે. વેસ્ટ ઝોન ખાતે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર પાણીના ટાંકા પાસે કંટ્રોલરૂમ છે જેના નં.(૦૨૮૧) ૨૫૭૪૭૦૪ છે. વેસ્ટ ઝોનના સિટી ઈન્જીનીયર હારૂન દોઢીયાના મો.૯૭૨૪૭૧૧૪૦૦ છે. ઈસ્ટ ઝોનમાં બેડી ફાયર સ્ટેશન ખાતે કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. જેના નં. (૦૨૮૧) ૨૩૮૭૦૦૧ છે. વોર્ડના સિટી એન્જીનીયર ચિરાગ પંડયાના મો.૯૭૧૪૫૦૩૭૧૯ છે. શહેરમાં ઝાડ પડી જાય તો સેન્ટ્રલ ઝોનમાં ૯૭૨૩૪૫૮૩૮૮, ઈસ્ટ ઝોનમાં ૯૬૨૪૦ ૪૦૧૦૦-૯૭૧૪૬૫૫૪૪૨ જયારે વેસ્ટ ઝોનમાં ૯૭૨૪૭ ૮૮૨૨૯ તા ૯૭૧૩૪ ૫૪૯૧૬ પર ફરિયાદ નોંધાવી શકાશે.

આ ઉપરાંત શહેરના તમામ આઠેય ફાયર સ્ટેશનના નંબર પણ જાહેર કરાયા છે. મુખ્ય ફાયર સ્ટેશન કનક રોડના નંબર-૧૦૧, ૧૦૨ ઉપરાંત ૨૨૨૭૨૨૨, ૨૨૬૩૦૧૮૩, ૨૨૩૭૧૮૪ છે. ચીફ ફાયર ઓફિસરના મો.નં.૯૭૧૪૫૦૩૭૧૫ છે. કાલાવડ રોડ ફાયર સ્ટેશનના નં,૨૫૮૫૭૭૧, બેડીપરા ફાયર સ્ટેશનના નં.૨૩૮૭૦૦૧, કોઠારીયા રોડ ફાયર સ્ટેશન નં.૨૩૬૫૪૪૪, મવડી ફાયર સ્ટેશનના નં.૨૩૭૪૭૭૪, રામાપીયર ચોકડી ફાયર સ્ટેશનના નં.૨૫૭૪૭૭૩ અને રેલનગર ફાયર સ્ટેશનના નં.૨૪૫૧૧૦૧ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.