Abtak Media Google News

કન્સ્ટ્રકશન અને ડિમોલિશન વેસ્ટના નિકાલ માટે ખાસ નવી પધ્ધતિ અપનાવતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની: ટીપીઓ અને પર્યાવરણ ઇજનેર અમલીકરણ માટે સૂચના

રાજકોટ ગુજરાત પ્રોવીન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ-૧૯૪૯ની જોગવાઇ અનુસંધાને મળેલ સતા મુજબ, જાહેર હિતને ધ્યાને લઇ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ઇમારત તોડવા, સમારકામ અથવા તો નવા બાંધકામ દરમ્યાન ઉપસ્તિ થતા બાંધકામને લગત કચરાનો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયત કરાયેલ જગ્યા સિવાય નિકાલ ના થાય અને તેનો વ્યવસ્તિપણે નિકાલ થાય તે માટે નવી પધ્ધતિ અપનાવવામાં આવી હોવાનું મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. તેમને વધુમાં એમ પણ કહ્યું હતું કે, આ પદ્ધતિના અમલ માટે ટી.પી.ઓ.શ્રી અને પર્યાવરણ ઈજનેરને સૂચના આપવામાં આવેલ છે.

મ્યુનિ કમિશનરે ઉમેર્યું હતું કે, એવું ધ્યાનમાં આવેલ છે કે,રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ઇમારત/ઇમારતોના બાંધકામ દરમ્યાન નળીયા, પરા, ઇંટો, ઇમારત બાંધવાના માલસામાન, અને એવા માલસામાનનો કાટમાળ ગમે તે જગ્યાએ નિકાલ / એકઠો કરવામાં આવે છે. જેનાથી એવી જગ્યાએ ઉંદરો, અવા અન્ય જીવ જંતુઓનું આશ્રય સ્થાન અથવા ઉત્પત્તિ સ્થાન બને છે. તેમજ સદરહું જગ્યાનો ભોગવટો કરનારાઓને અવા પડોશમાં રહેતી વ્યક્તિઓના ભય અને ઉપદ્રવનું કારણ બને છે. તેના કારણે રોગચાળો ફેલાવવાનો ભય અને લોકોના આરોગ્ય તથા જાનમાલને નુકશાન થાય તેવી સ્થિતિ ઉત્પન્નર થાય છે. તેમજ તે કચરો દુર કરવા રાજકોટ મહાનગરપાલિકાને ખુબજ મોટો ખર્ચ થાય છે, તેમજ માનવ સમય બગડે છે. આમ, લોકોના જાનમાલના અને આરોગ્યના નુકસાનના ભોગે આવી ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહેલ છે, આવી કોઇપણ પ્રવૃતિ જન આરોગ્ય માટે બીન સલામતી નોતરે તેમ હોય ગુજરાત પ્રોવીન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ અનુસુચી-ક ના પ્રકરણ-૧૪ ની જોગવાઇઓ અનુસંધાને આવી તમામ પ્રવૃતિ કરવા પર રોક લગાવવામાં આવેલ છે. આવા કચરાના નિકાલ માટે રાજકોટ મહાનગરપાલિકાએ (૧) કોઠારીયા પોલીસ ચોકીની બાજુમાં, પથ્થરની ખાણ પાસે. (૨) રૈયા સ્માર્ટ સીટીના તમામ ખાણ વિસ્તાર. (૩) ટી.પી.સ્કીમ નં.૧૦, રા-૮૭, ઢેબર રોડ, સાઉ અટિકા વિસ્તાર, પી.જી.વી.સી.એલ. ઓફિસ પાસે, (૪) ટી.પી.સ્કીમ નં.૨૩, રા-૨૩, મોરબી રોડ, પોપટપરા આઇ.ઓ.સી. ગોડાઉન પાસે, (૫) સમ્રાટ ઇન્ડ.એરિયા, એસ.ટી. વર્કશોપ પાછળ, અનામત પ્લોટ, (૬) ટી.પી.સ્કીમ નં.૯, રા-૫, રૈયાધાર ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન પાસે અને (૭) ટી.પી.સ્કીમ નં.૨૦, રા-૩૫, પ્રધ્યુમન ગ્રીન પાછળ સહિતના સ્થળ નિયત કર્યા છે.

નિયત કરેલ સ્ળો સિવાય અન્ય કોઇપણ જગ્યાએ કોઇપણ ઇસમ/ઇસમો છકડો, ટ્રેકટર અવા ડમ્પર દ્વારા (Construction and Demolition Waste) નો નિકાલ કરતાં પકડાશે તો પ્રથમ વખત છકડો/ટ્રેકટર દિઠ રૂ.૭,૫૦૦/- તથા ડમ્પર દિઠ રૂ.૧૫,૦૦૦/- તથા બીજી વખતે છકડો/ટ્રેકટર દિઠ રૂ.૧૫,૦૦૦/- તથા ડમ્પર દિઠ રૂ.૩૦,૦૦૦/- તથા ત્રીજી વખતે છકડો/ટ્રેકટર દિઠ રૂ.૫૦,૦૦૦/- તથા ડમ્પર દિઠ .૧,૦૦,૦૦૦/- લેખે વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવશે. તેમજ વાહન જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.