Abtak Media Google News

આજે એસીઝનો ‘એસિડ’ ટેસ્ટ !!!

ઓસ્ટ્રેલિયાને પ્રથમ એસીઝ જીતવા હજુ 174 રનની જરૂરિયાત

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ એશિઝ ટેસ્ટ ભારે રોમાંચક તબક્કામાં પ્રવેશી છે. ત્યારે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે વધુ 174 રનની જરુર છે. જ્યારે ઈંગ્લેન્ડને વધુ સાત વિકેટની તલાશ છે. ઓસ્ટ્રેલિયાએ જીતવા માટેના 281ના ટાર્ગેટનો પીછો કરતાં ત્રણ વિકેટે 107 રન કર્યા હતા. વોર્નર 36, લાબુશૅન 13 અને સ્મીથ 6 રને વિકેટની પાછળ કેચઆઉટ થયા હતા. રોબિન્સને પહેલા વોર્નરને આઉટ કર્યો હતો. તે પછી બ્રોડ લાબુશૅન અને સ્મિથને આઉટ કર્યા હતા. રમતના અંતે ખ્વાજા 34 અને બોલેન્ડ 13 રને ક્રિઝ પર છે.

ચોથા દિવસે વરસાદ પડવાની પૂર્ણ શક્યતાઓ છે કારણ કે છેલ્લા ચાર દિવસ વિકેટ ડ્રાય રહી હતી અને જો આજે વરસાદ પડે તો બોલરોને ઘણો ફાયદો મળશે કારણકે બોલ સ્વિંગ પણ થાય ત્યારે હાલના તબક્કે એ કહેવું મુશ્કેલ છે કે પ્રથમ પેસીસ ટેસ્ટ કોણ જીતશે પરંતુ આ ટેસ્ટ મેચ માં નાટયાત્મક આવતા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાને હરાવે તેવા પ્રબળ સંજોગો ઉભા થયા છે કારણ કે ઓપનર લબુસેન અને સ્મિત જેવા ધુઆધાર બેટ્સમેનો પોવેલિયન પરત ફરી ચૂક્યા છે. અંતિમ દિવસની રમતમાં ઇંગ્લેન્ડના બોલરો ક્યાં માઈન્ડ સેટ થી બોલિંગ કરશે એ પણ જોવાનું રહ્યું.

અગાઉ ઈંગ્લેન્ડની ટીમે તેની બીજી ઈનિંગ બે વિકેટે 28થી આગળ ધપાવી હતી. તેઓ બીજી ઈનિંગમાં આક્રમક મિજાજ સાથે રમવાનું જારી રાખ્યું હતુ અને તેઓ 66.2 ઓવરમાં 293 રને ઓલઆઉટ થયા હતા. રુટ અને બ્રૂકે 46-46રન કર્યા હતા. જ્યારે જ્યારે સ્ટોક્સે 43 રન કર્યા હતા. કમિન્સ અને લાયને 4-4 વિકેટ ઝડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.