Abtak Media Google News

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયએ દરખાસ્ત પર મારી મહોર :  વર્ષ 2025થી થશે અમલવારી

વર્ષ 2025થી તમામ ટ્રક કેબિન ફરજિયાતપણે એર-કન્ડિશન્ડ હોવી જોઈએ જે ડ્રાઇવરોને ખૂબ જ જરૂરી આરામ પ્રદાન કરે છે જેઓ ઘણીવાર તેમના પરસેવાથી તરબતર થઈને 11-12 કલાક વિતાવે છે.  અઘરી કામની સ્થિતિ અને રસ્તા પરના લાંબા કલાકો ઘણીવાર ડ્રાઇવરનો થાક અને અકસ્માતો માટે મુખ્ય કારણ તરીકે ટાંકવામાં આવે છે.

Advertisement

જ્યારે વોલ્વો અને સ્કેનિયા જેવા ઓટોમોબાઈલ ક્ષેત્રના વૈશ્વિક ખેલાડીઓ દ્વારા ઉત્પાદિત હાઇ-એન્ડ ટ્રક પહેલેથી જ એર કન્ડિશન્ડ કેબિન સાથે આવે છે, ઘણા વર્ષોથી આ મુદ્દા પર ચર્ચા છતાં મોટાભાગના ભારતીય ખેલાડીઓ હજુ આ દિશામાં જાગૃત થયા નથી.

સોમવારે કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે તેમણે અધિકારીઓ સાથે એસી ફરજિયાત બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આ અપગ્રેડેશન માટે 18 મહિનાનો  સમયગાળો આપવામાં આવ્યો છે.

પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં કેટલાક ડ્રાઇવરો 12 અથવા 14 કલાક માટે ડ્રાઈવિંગ કરતા  હોય છે જ્યારે અન્ય દેશોમાં બસ અને ટ્રક ડ્રાઇવરો માટે ફરજ પરના કલાકોની સંખ્યા પર પ્રતિબંધ છે. આપણા ડ્રાઇવરો 43 થી 47 ડિગ્રી તાપમાનમાં વાહનો ચલાવે છે. હું મંત્રી બન્યા પછી એસી કેબિન દાખલ કરવા ઉત્સુક હતો. પરંતુ કેટલાક લોકોએ ખર્ચ વધશે તેમ કહી તેનો વિરોધ કર્યો હતો. આજે મેં ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે કે તમામ ટ્રક કેબિન એસીયુક્ત હશે.

એક અંદાજ મુજબ ટ્રકમાં એસી કેબિન આપવા માટેનો વધારાનો ખર્ચ ટ્રક દીઠ રૂ. 10,000 થી રૂ. 20,000ની રેન્જમાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.