Abtak Media Google News

શું વિધાનસભાનો ભાજપનો જનાધાર લોકસભામાંબરકરાર રહેશે?

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની સેમીફાઈનલ સમાન ગણાતી પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને પીછેહઠ મળી છે પરંતુ આ ચૂંટણીમાં ભાજપને ઘટેલા જનાધારની અસર આગામી લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે થશે તે મહત્વનું બનના‚ છે આ ચૂંટણીમાં મતદારોએ વિકાસના મુદા પર જ મતદાનકર્યું હોય ધર્મ, જ્ઞાતિવાદ વગેરે જેવા મુદા આગામી ચૂંટણીમાં અસરકારક પૂરવાર નહી તેવુ સ્પષ્ટ થઈગયું છે. ભાજપને ખેડુતોને રોષ, નોટબંધી, જીએસટી જેવા મુદાઓ પરવેપારીઓનો રોષ નડી ગયાનું જયારે અમુક રાજયોમાં ભાજપ સરકારે કરેલા વિકાસકાર્યોનેયોગ્ય રીતે રજૂ ન કરી શકતા ભાજપને પછડાટ મળી છે.

Advertisement

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં ભાજપના વોટશેરમાં તીવ્ર ઘટાડો થયો છે. પરંતુ તેનો સીધો લાભ કોંગ્રેસને મળ્યો નથી આ વોટફોર બસપા, જેવી પ્રાદેશિક પાર્ટીઓ તથા અપક્ષોમાં વેંચાઈ જવા પામ્યો છે. ચૂંટણી પંચના આંકડાઓ મુજબ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પછી પાર્ટી માટે મતહિસ્સાનું નુકશાન વધુ મોટુ છે. જેમાં ભાજપે તમામ ત્રણ રાજયોની ૬૫ બેઠકોમાંથી ૬૨ બેઠકો જીતી હતી તેલંગાણા અને મિઝોરમમાં પ્રાદેશિક પાર્ટીઓએ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના પરિણામોનાં વોટ શેરમાં ભારે વધારો થયો છે. જે બિન ભાજપ અને બિન કોંગ્રેસ પક્ષોમા નોંધપાત્ર બની ગઈ છે. મતદારોનું આ વલણ સૂચવે છે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓમાં પ્રાદેશિક મુદાઓ મહત્વનો ભાગ ભજવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તામાં આવતા રોકવા વિપક્ષોનું મહાગઠબંધન કરવા માટે મહત્વનુ પૂરવાર થશે.

ગઈકાલે આવેલા પાંચ રાજયોની વિધાનસભાનીચૂંટણીના પરિણામોમાં વોટશેરની બાબતમાં સૌથી આશ્ચર્યજનક બાબત મધ્યપ્રદેશમાં જોવામળી હતી. આ ચૂંટણીમાં ભાજપનો વોટશેર ૩૧.૩ ટકા રહ્યો હતો જયારે કોંગ્રેસનો વોટ શેર૪૧.૪ ટકા એટલે કે ૦.૧ ટકા વધારે રહેવા પામ્યો હતો. તેમ છતાં ભાજપને ૧૦૯ બેઠકોજયારે કોંગ્રેસનો તેના કરતા પાંચ વધારે એટલે કે ૧૧૪ બેઠકોમળી છે. ૨૦૧૩માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વોટશેર ૩૬.૪ ટકા હતો જેમાં વધારે થવા પામ્યો છે.જયારે ભાજપનો વોટ શેર ૪૪.૯ ટકા હતો તે ઘટીને ૪૧.૩ ટકા થઈ ગયો હતો. અહી બીએસપીનોવોટશેર પણ ઘટીને ૪.૬ ટકા થયો છે. અપક્ષોને પણ ૫ ટકા વોટશેર મળ્યો છે.

છત્તીસગઢ રાજયમાં ગઈકાલે થયેલી મતગણતરીબાદ આવેલા આંકડાઓ મુજબ કોંગ્રેસને આ ચૂંટણીમાં ૪૩.૨ ટકા વોટશેર મળ્યો છે. ૨૦૧૩ની વિધાનસભાની ચૂંટણીમાં આ વોટશેર ૪૦.૩ ટકા મળ્યો હતો. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૩૮.૩૭ ટકા વોટશેર મળ્યો હતો. પરંતુ, પાર્ટીએ લોકસભાની ૧૧ બેઠકોમાંથીમાત્ર એક બેઠક પર જીત મેળવી હતી. તેની સરખામણીમાં ભાજપ ૨૦૧૩ની વિધાનસભાની ચૂંટણીમાં ૪૧ ટકા વોટશેર હતો તે ઘટીને આ ચૂંટણીમાં ૩૨.૯ ટકા થઈ ગયો હતો. ૨૦૧૪નીલોકસભા ચૂંટણીમાં ભાજપને આશરે ૪૯ ટકા મતો મળ્યા હતા અને ૧૧માંથી ૧૦ બેઠકો પર વિજયમેળવ્યો હતો. વોટશેરનું વિશ્લેષણ દર્શાવે છે કે નાની પાર્ટીઓ અને અપક્ષોએ વધુમતો મેળવવા વ્યવસ્થા કરી હતી ૨૦૧૩માં વીએસપીનાં વોટશેર ૪.૩ ટકા હતો. તે આચૂંટણીમાં અજીત જોગીની પાર્ટી સાથે ગઠ્ઠબંધન કર્યા બાદ ૧૦.૭ ટકાએ પહોચી ગયો હતો.

તેવું જ વલણ રાજસ્થાનમાં પણ જોવા મળ્યુંહતુ. જેમાં ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણી વખતે ૪૫.૨ ટકામતો મેળવના‚ ભાજપ આ ચૂંટણીમાં ૩૮.૮ટકાએ આવી ગયું હતુ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ૫૫ ટકા જેટલા મતો મેળવીને રાજયની તમામ ૨૫ લોકસભા બેઠકો પર કબજો મેળવ્યો હતો. બીજી બાજુ કોંગ્રેસે ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં મેળવેલા ૩૩.૧ ટકા મતોના હિસ્સામાં વધારો કરીને આ ચૂંટણીમાં ૩૯.૨ ટકા મતો મેળવ્યા છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ૩૦ ટકા જેટલા મતોમેળવ્યા હતા અને રાજયની તમામ બેઠકો ગુમાવી હતી. અપક્ષોની મતોની ટકાવારીમાં વધારોથયો હોય તેમ ૯૫ ટકા સુધી પહોચી ગયો છે. અને મોટી સંખ્યામાં બેઠકો મેળવી હતી.

દક્ષિણના નવા રાજય તેલંગાણામાં ટીઆરએસ ભારે બહુમતિ સાથે સત્તાપર પરત ફર્યું છે. તેનો ગત વિધાનસભાની ચૂંટણીમાં વોટશેર ૩૪ ટકા જેટલો હતો તે વધીને આ ચૂંટણીમાં ૪૭ ટકા જેટલો થઈ ગયો હતો. જયારે કોંગ્રેસનો ગત ચૂંટણીમાં ૨૫.૨ ટકા મતનો હિસ્સો હતો તે વધીને ૨૮.૭ ટકા થઈ ગયો છે. અહી ભાજપની મતોનો ટકાવારી સ્થિર રહીને ૭ ટકા જેવી રહેવા પામી હતી. જોકે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વોટશેર ૧૦.૪ ટકાથી ઘટી ગયો હતો. આ ચૂંટણીમાં મિઝોરમ એક માત્ર એવું રાજય છે કે જયાં કોંગ્રેસે પોતાની સત્તા ગુમાવી અહી કોંગ્રેસને નુકશાન થયું છે. જયારે ભાજપને તેનો લાભ મળ્યો છે અહી પ્રાદેશિક પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં પરત ફરી છે.

મિઝોરમમાં ૨૦૧૩માં યોજાયેલી રાજય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના મતોની ટકાવારી ૪૫ ટકા જેવી હતી જે ઘટીને આચૂંટણીમાં ૩૦ ટકા જેવી થઈ જવા પામી છે. જયારે ભાજપના મતોની ટકાવારી ૦.૪ ટકાથીવધીને ૮ ટકા જેવી થઈ જવા પામી છે. એમએનએફની ગત વિધાનસભા ચૂંટણી વખતે મતોની ટકાવારી૨૮.૮ ટકા હતી તે આ ચૂંટણીમા વધીને ૩૭.૬ ટકા થઈ જવા પામી છે. તેનાથી તેની બેઠકોનીસંખ્યા પણ પાંચથી વધીને ૨૬ થઈ જવા પામી છે. જયારે કોંગ્રેસની બેઠકો ૩૪ થી ઘટીનેપાંચ થઈ ગઈ છે. ભાજપને આ રાજયમાં પ્રથમ વખત એક બેઠક જીતીને ખાતુ ખોલાવ્યું છે. આમભાજપને આ ચૂંટણીમાં મતોની ટકાવારીમાં નુકશાન ગયું છે. પરંતુ તેનો સીધોલાભકોંગ્રેસને મળ્યો નથી.

પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસે શુભકામનાઓ પાઠવતા ટ્વીટ કર્યું છે કે, મને એવું લાગે છે કે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના જનમતનો અને સ્વીકાર કરીએ છીએ. હારજીત એ જીવનનો એક ભાગ છે. હું કોંગ્રેસને તેની જીત બદલ અભિનંદન પાઠવું છે. આ સાથે તેલંગણામાં કેસીઆર અને મિઝોરમમાં મિઝોરમ નેશનલ ફ્રન્ટને તેને મેળવેલી જીત બદલ અભિનંદન પાઠવું છું.

વધુમાં પીએમ મોદીએ જણાવ્યું કે, કર્ણાટકની ચૂંટણીને લઈ ભાજપ પરિવાર કાર્યરત છે અને તેના હાર્ડવર્ક માટે હું તેમને અભિનંદન પાઠવું છું. મારું એવું માનવું છે કે, આજના પરિણામો પાર્ટીને વધુ મજબૂત કરશે અને લોકો માટે વિકાસના કામ વધુ કરાશે.

વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવતારાજસ્થાનમાં કોંગ્રેસનો દબદબો રહ્યોહતો. ત્યારે વસુંધરા રાજેની સરકાર પડી ભાગીહતી. ભાજપના ૧૯ મંત્રીઓમાંથી ૧૩ મંત્રીઓ ચૂંટણી હારીજતા રાજસ્તાનના મુખ્યમંત્રીના ચેહરા ઉપર ઉદાસીનતા જોવા મળી હતી. જો કે જેના પાંચ કેબીનેટ કલીગે, જીત હાયસીલ કરી હતી જલરાપતનમાં રાજે, ઉદયપુરમાં ગૃહમંત્રી ગુલાબચંદકટારીયા, અજમેરામાં શિક્ષણ મંત્રી વસુદેવ દેવનાની બાળ તેમજ મહિલા વિકાસ મંત્રાલય અનીતાભન્ડેલ, રાજેન્દ્ર રાઠોડ અને ઉચ્ચ શિક્ષણમંત્રી કિરન મહેશ્વરીએ પોતાની સીટ ચૂંટણીમાં જાળવી છે ૨૦૧૩માં રાજસ્થાનમાં વસુંધરા ૬૦,૮૯૬ વોટ માર્જીનથી જીત્યા હતા.ત્યારે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ૧૩ મંત્રીઓએહાર સ્વીકારવી પડી હતી.

આંધ પ્રદેશમાંથી અલગ રાજય બનેલાતેલંગાણા રાજયની ચૂંટણીમાં ટીસીઆરના કે.ચંદ્રશેખર રાવે રાજયની ૧૧૦ બેઠકોમાંથી ૮૫બેઠકો મેળવીને જોરદાર દેખાવ કર્યો છે. કેસીઆરનો સતત બીજી વખત મળેલી આ સફળતા પાછળતેમને ખેડુતો અને સામાજીક સુરક્ષા પેન્શન માટે શ‚કરેલી ‘‚રૂ’થુ બંધુ’ રોકાણ યોજના સહિતની વિવિધ વિકાસલક્ષી યોજનાને જવાબદાર માનવામાં આવે છે. રાવેમુખ્યમંત્રી બન્યા બાદ કૃષિ પર ધ્યાન કેન્દ્રીતકરીને આ ‘રૂ’‚ થુ બંધુ’ યોજના શ‚રૂ કરી હતી. જેમાં ખેડુતોને દર એકરે ૮૦૦૦ રૂ. પ્રતિ વર્ષ મદદ તથાખેડુતોને પાંચ લાખ રૂપિયા વિમો ઉતારવામાં આવતો હતો.

કેસીઆરે ખેડુતો માટે ૨૪ કલાક વિજપૂરવઠો આપ્યો હતો. ગરીબો માટે બે ‚મના મકાનો બનાવવાની ખાતરી ભારે અસરકારક સાબીત થઈ હતી.તેમની સરકારે વિકાસ અને કલ્યાણ યોજનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની પાર્ટીને વિશાળજીત મેળવી હતી. ઉપરાંત રાજયમાં વિવિધ માળખાકીય સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યોહતો. ઉપરાંત તેમણે ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી ટીડીપી સાથે જોડાણ ન કરીનેતેલંગાણાની ભાવનાઓ સાથે આ ચૂંટણી લડી હતી. જેથી વિકાસના મુદાઓ તથા મતદારો સાથે તેમના લાગણીમય સંબંધોનાં કારણે તેમને ભવ્ય વિજય અપાવ્યો હતો.

અધ્યક્ષ બન્યાના પ્રથમ વર્ષમાં રાહુલને ત્રણ રાજયોની ભેટ

1. Cong Scion Rahul Gandhi Is All Set To Step Down In Didistaan Image Courtesy Newslaundry 1

પાંચ રાજયોની વિધાનસભાની ચુંટણીમાંકોંગ્રેસનું પ્રદર્શન ખુબ જ સારું રહ્યું હતું ત્યારે ઉત્સાહમાં આવીને રાહુલગાંધીએ કહ્યું હતું કે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ આ અંગે મેં મોદી પાસેથી શીખ મેળવી છે. અધ્યક્ષ બન્યાના પ્રથમવર્ષમાં જ રાહુલને ત્રણ રાજયોની ભેટ મળી છે. આ સાથે જ રાહુલે હાંકલ કરી હતી કે, મોદી માટે ૨૦૧૯ની લોકસભાની ચુંટણીનો સમય ખુબ જ કપરો સાબિત થઈ શકે છે. તેલંગણામાં ટીઆરએસએ કમાન સંભાળતા સીએમ કે.ચંદ્રશેખરરાવ જીતની ઉજવણી કરી રહ્યા છે.રાજસ્થાન, છતીસગઢ, તેલંગણામાં કોંગ્રેસની જીતથી પાર્ટીને મોટી ભેટ મળી હતી.

ઘણી વખત બનતું હોય છેકે વિધાનસભાની ચુંટણીના પરીણામ મુજબ લોકસભા પર તેની અસર પડતી નથી. દરેક વર્ષની વિધાનસભાની ચુંટણીના પરીણામ અલગ-અલગ હોય છે તેમ છતાં લોકસભાની ચુંટણીના પરીણામ ધાર્યા કરતા અલગ રહેવાની સંભાવનાઓ રહેતી હોય છે. ત્રણ રાજયોમાં જીત મેળવતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ જ મને શીખવાડયુંછે. પાંચ વર્ષ પહેલા મોદીએ દેશને બદલવાના વિચારો સાથે પહેલ કરી હતી પરંતુ કયાંકલોકોની લાગણી અને હૃદયને સ્પર્શવામાં સરકાર નિષ્ફળ રહી છે. કારણકે મોદી યુવાવર્ગઅને ખેડુતોને સમજી શકયા નથી.

મધ્યપ્રદેશમાં કમલને નાથનારના હાથમાં સત્તા સોંપાશે?

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપની વચ્ચે સીટોને લઈ જંગ ચાલી રહ્યો છે. ચૂંટણી આયોગ દ્વારા ઘોષીત કરવામાં આવેલાનિર્ણયો પર જો નજર ફેરવીએ તો કોંગ્રેસને ભાજપ કરતા ખુબજ નજીવી જીત મળી હતી. ત્યારેકમલનાથે ભાજપના કમળને કાંટે કી ટકકર જેવી સ્થિતિનું નિર્માણ કર્યું હતું. મધ્યપ્રદેશમાં ગઠબંધનને લઈ સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવની વાત સામે આવી રહીછે. તેઓએ જણાવ્યું હતું કે,ભાજપની ખોટી દેશ વિરોધી નીતિઓને બરબાદ કરી છે અને આ એનું જપરિણામ છે કે ભાજપને મધ્યપ્રદેશમાં હારનો સામનો કરવો પડયો છે. મધ્યપ્રદેશની ૨૩૦ વિધાનસભાની બેઠકો પરની વાત કરીએ તો સવારના ૮ વાગ્યાથી સીસીટીવીની નજર હેઠળ મતગણતરી શરૂ‚ કરવામાં આવી હતી. ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટકકર જેવોમાહોલ ઉદ્ભવીત થયો હતો. ત્યારે ૨૩૦ બેઠકો પર કોંગ્રેસે ૧૧૧ બેઠકો પર વિજય મેળવ્યો હતો.

કમલનાથની વાત કરવામાં આવે તો તે લોકસભાના એમપી તરીકે ૯ વખત ચૂંટાયા હતા. કમલનાથે કોંગ્રેસના વિજય પાછળ મુસ્લીમના મતોને પણ મહત્વપૂર્ણ ગણાવ્યા છે. કહીંશકાય કે, ચિંદવાળા વિસ્તારમાં કમલનાથને પ્રજા સમક્ષ ઈન્દિરા ગાંધીએ મુકયા હતા અનેજણાવ્યું હતું કે, તેઓ તેમના ત્રીજા દિકરા છે. ત્યારે કહીં શકાય કે, ભાજપના કમળને નાથવા કમલનાથે ખરા અર્થમાં કમરકસી હતી.

રાજસ્થાન વિજયનો શિલ્પી સચિન બનશે મુખ્યપ્રધાન?

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની મતોની ગણતરીચાલુ છે ત્યારે કોંગ્રેસ રાજયની સૌથી મોટી પાર્ટી બનતી હોય તેવું નજરે આવી રહ્યુંછે. ત્યારે હવે પ્રશ્ન એ ઉદ્ભવીત થયો છે કે, હવે રાજસ્થાન રાજયના મુખ્યમંત્રીકોણ હશે તે એક મુશ્કેલીભર્યું કાર્ય કોંગ્રેસ પક્ષ માટે સામે આવશે. કારણ કે, રાજયમાં કોંગ્રેસની વાપસી માટે અશોક ગેહલોત અને સચિન પાયલોટે ખુબજ મહેનત કરી છે. ત્યારે બન્નેમાંથી સીએમ પદ પર કોણ બનશે તે એક મુખ્ય પ્રશ્ન ઉદ્ભવીત થઈ રહ્યો છે. આ મુદ્દે જયારે બન્ને નેતાઓને પુછવામાં આવ્યું હતું ત્યારે તેઓએ જણાવ્યું હતુંકે, આ નિર્ણય પ્રમુખ રાહુલ ગાંધી પર છોડવામાં આવ્યો છે. વાત કરીએ તો સચિન પાયલોટે કોંગ્રેસ પક્ષને સત્તામાં લાવવા માટે ખૂબજ મહેનત કરી છે.

ચૂંટણી પહેલા પક્ષે અને રાષ્ટ્રીયઅધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજયની કમાન સચિન પાયલોટને સોંપી હતી. જેથી સીએમ પદ માટે તેમનીદાવેદારી મજબૂત માનવામાં આવે છે. વાત કરીએ અશોક ગેહલોતની તો તેઓ કોંગ્રેસના વરિષ્ઠઅને પ્રભાવશાળી નેતા છે. જેમની અવગણના પણ કોંગ્રેસ પક્ષ કરી શકે નહીં. એટલેકયાંકને કયાંક રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ બનશે તે નિર્ણય કોંગ્રેસ માટે ખૂબજ કપરોરહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.