Abtak Media Google News

વિઘાર્થી મિત્રો, જેવી રીતે માર્ચ-એપ્રિલમાં પરીક્ષાઓની મોસમ હોય, તેવી જ રીતે જૂન-જુલાઇ મહિનામાં એડમીશન કયાં લેવું અને કંઇ વિઘાશાખાની પસંદગી કરવી આ બાબતોની મુંઝવણની મોસમ શરુ થાય છે. મિત્રો, હવે ચોકકસ દિશામાં તમારું ચોકકસ કદમ તમારી કારકિર્દીની દશા અને દિશા બન્ને નકકી કરશે. એટલા માટે જ અહીં કારકિર્દી આયોજનનાં સંદર્ભમાં કેટલીક વાત રજુ કરેલી છે. જેની સમજણ તમને હોય  એ જરૂરી છે અને આ વાત ચોકકસથી તમને માર્ગદર્શન આપશે.

સૌ પ્રથમ, કારકિર્દી વિષયક ચોકકસ અર્થ સ્પષ્ટ કરીએ તો, કારકિર્દી એટલે શું ? સામાન્ય રીતે ઘણા વિઘાર્થીઓ પોતાની જોબ કે કાર્ય અને કારકિર્દીને સમાન સમજતા હોય છે પણ બન્ને વચ્ચે પાતળી ભેદરેખા છે. બે વ્યકિતઓ એકસમાન ચોકકસ ક્ષેત્ર કે વ્યવસાય સાથે જોડાયેલા હોય, આમ છતાં તેમાંનો એક પ્રગતિના પંથ ઉપર જોવા મળતો હોય અને બીજો વર્ષો પછી પણ ત્યાંનો ત્યાં જ હોય છે. એટલા માટે જોબ કે કાર્ય અને કારકીર્દી વચ્ચે સામાન્ય તફાવત સમજવો જરુરી બને છે.

કાર્ય અને નિયમિત રોજગારી આપતુ એક પદ કે સ્થિતિ છે. જયારે કારકિર્દી એ વ્યકિતગત વ્યવસાયમાં પ્રગતિ દર્શાવે છે. જોબ (કાર્ય) એ મુસાફરી છે અને કારકિર્દી એ પ્રવાસ છે. જોબ એ ટુંકાગાળાની જયારે કારકિર્દી એ લાંબા ગાળાની પ્રક્રિયા છે. કાર્યમાં શિક્ષણ અને અન્યગુણોની જરુરીયાત રહે છે. જયારે કારકીર્દીની અંદર ચોકકસ ક્ષેત્રમાં તાલીમ, અનુભવ, આવડત, જ્ઞાન વગેરેની આવશ્યકતા રહે છે. કારકિર્દી એ પોતાની જાતને ઓળખવી, વિકલ્પો, વિકસાવવા, નિર્ણયો લેવા અને આગળ વધતા રહેવાની પ્રક્રિયા સાથે સંબંધ છે.

કહેવાય છે કે Successful Career Means Successful Life જયારે  વ્યકિત કારકિર્દીના રસ્તે હોય ત્યારે કમાણીની સરખામણીમાં કાર્ય સંતોષ તરફી વધારે ઘ્યાન હોય છે. મિત્રો, તમારે તમારા સક્રિય સમયના ૨/૩ જેટલો સમય તમારા કરીયર પાછળ વાપરવો જોઇએ. કરીયર ક્ધસટેપ્ટ એ માત્ર નાણાકીય લાભ સાથે સંબંધીત નથી તે માનસિક, સામાજીક અને તેનાથી પણ વધારે આગળ છે.

ગાંધીજી કહેતા કે, આપણે અત્યારે જે કરી રહ્યા હોય, તેના પર આપણું ભવિષ્ય નિર્ભર છે. શકય છે કે કોઇ ડોકટરનું સંતાન ચિત્રકલામાં હોંશિયાર હોય અને તેના સંતાનને ફરજીયાત ડોકટર જ બનાવશે, તો બે નુકશાની થશે એક, સમાજને નબળો ડોકટર મળશે, બીજું સમાજ એક સારા ચિત્રકાર થી વંચીત રહી જશે.

હવે મિત્રો, કદાચ પ્રશ્ર્ન એ થાય કે, શરુઆતથી કારકિર્દી પસંદગી શા માટે? આ જ પ્રશ્ર્નના ઉતરના ભાગરુપે બે મહત્વની વાત રજુ કરેલી છે. તેમાંની એક અગત્યની વાત કોઇ વ્યકિત તેમની કારકિર્દી બનાવવા માટે જોબ સાથે જોડાયેલો હોય:, હવે જો તે વ્યકિત પોતાના જ ક્ષેત્રમાં જોબ બદલાય કરે ચોકકસ ભવિષ્યને ઘ્યાનમાં રાખીને તો તે કારકિર્દીની દિશામાં વિકાસ ની સ્થિતિ દર્શાવે છે. જેમ કે વ્યકિત શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય અને આ જ ક્ષેત્રમાં પોતે જોબ બદલાવ કરે: તેને કારકિર્દી વિકાસની સ્થિતિ કહેવાય.

પરંતુ હવે સમજવાની બાબત એવી છે કે જો વ્યકિત લાંબા સમય પછી પોતાના મુળ કાર્યક્ષેત્રમાં બદલાવ લાવે એટલે કે પોતાના શિક્ષણ ક્ષેત્રમાંથી અન્ય કોઇ ક્ષેત્રમાં બદલાવ કરે ત્યારે વ્યકિતએ ફરીયાદ, નાના પાયાથી શરુઆત કરવી પડશે. આટલા માટે કારકિર્દી પસંદગીનું મહત્વ છે.

બીજી અગત્યની વાત એ છે કે અત્યારે જમાનો બદલાયો છે. સાથે સાથે કરીયરના ક્ધસેપ્ટ પણ બદલાવા છે ત્યારે આ વાત વધારે મહત્વની છે. અત્યારે જોબ કરવા માટે કાર્ય સ્થળે જવું ફરજીયાત નથી સાથે સાથે બધી જ જોબ માટે ડિગ્રી ની પણ જરુર નથી. જો ડિગ્રી હશે તો જ કરીયર બનશે એ ખ્યાલ હવે રહ્યો નથી. દુનિયામાં ઘણા બધા એવા સફળ લોકોની યાદી પણ આપી શકાય.

અંતે મિત્રો એટલું જ કહેવાનું કે, તમારા પરિણામને કારકિર્દી પર હાવી ન થવા દેશો. કારણ કે તમારું આવનાર પરિણામ એ માત્ર એક કારકિર્દી પડાવ જ હશે, જેના પરથી તમારી સફળતા કે નિષ્ફળતા નકકી નહી જ થાય. આપનો પ્રતિભાવ તમારા પરિણામ તરફી કેવો રહેશે તેના ઉપર તમારી કારકિર્દીનો આધાર રહેશે તેથી કહી શકાય કે

પરિણામ + પ્રતિભાવ – કારકિર્દી

મિત્રો હવે કારકિર્દી વિષયક ખ્યાલ તમારા મગજમાં સ્પષ્ટ થયો હશે. કારકિર્દી માર્ગદર્શન માટે તમે કારર્દિટી  માર્ગદર્શન આપતી સંસ્થા કે શિક્ષણ વિદ્દો સાથે ચર્ચા કરી માર્ગદર્શન મેળવી શકાય. જેમ કે, કેરીયર ગાઇડન્સ ટ્રસ્ટ (ગુજરાત) રાજકોટ કારકિર્દી માર્ગદર્શન આપતી જાણીતી સંસ્થા છે તેમનો સંપર્ક જરુરથી કરી શકાય.

આપના પ્રશ્ર્નો, મંતવ્યો મને જણાવી શકો છે. આપ બધાને ઝળહળતી કારકિર્દી માટે Best Of Luck

Spark:-

ફળ’પરિપકવ થજયા પછી

પડી જાય છે અને

માણસ’પડયા પછી

પરિપકવ થાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.