Abtak Media Google News

વિદ્યાર્થી સંસ્થા, પ્રાઘ્યાપકોના સંગઠન અને ભવનના વિદ્યાર્થીઓને હાથા બનાવવાની પ્રવૃતિ અટકાવવા કુલપતિને લેખીતમાં રજુઆત

અંગ્રેજી ભવનના પૂર્વ વડા અને બે વર્ષની ટર્મ હોવા છતાં ચાર વરસથી શૈક્ષિક મહાસંઘના પ્રમુદ પદે રહેલા પ્રો . કમલભાઈ મહેતા અને ઉચ્ચ શિક્ષણ જગતના અનિષ્ઠો સામે એકલા હાથે અનેક લડાઈઓ લડનારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ પ્રો . જયદીપસિંહ ડોડીયા વચ્ચેનો દાયકાઓ જુનો ગજગ્રાહ શિક્ષણ જગતમાં સર્વવિદિત છે .

તાજેતરમાં પ્રો . કમલ હરગોવિંદભાઈ મહેતાએ પ્રો . જયદિપસિંહ ડોડીયા સામે કરેલ 50 લાખનો બદનક્ષીનો દાવો નામદાર કોર્ટે પુરાવાઓ શંકાસ્પદ જણાતા રદ કરેલ છે. પ્રો. કમલ મહેતા દ્વારા પુરાવા તરીકે રજુ કરવામાં આવેલ પ્રો . સંજય મુખરજીના ચાર શોધ છાત્રો કુ. ભકિત વૈશ્નવ, કુ. ધ્વનિ વૈશ્નવ, કુ. હેના મુળીયાના અને ડો. પ્રતીક્ષા ચાવડા સહીત પુરાવાઓ નામદાર કોર્ટને શંકાસ્પદ જણાતા કમલભાઇ મહેતાનો પ0 લાખ જેવી માતબાર રકમનો બદનક્ષીનો દાવો રદ કરેલછે.

અંગ્રેજી ભવનના સેંકડો વિદ્યાર્થીઓને એમ.એ. ની પરીક્ષામાં ભયંકર અન્યાય થયાની ગંભીર ફરીયાદો હાલ યુનિવર્સિટીના રેકર્ડ ઉપર મોજુદ હોવા છતાં , અંગ્રેજી ભવનના કેટલાક અધ્યાપકોના રાજકીય પીઠબળને કારણે જવાબદાર વ્યકિતઓ સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી આજ દીન સુધી કરવામાં આવેલ નથી . યુનિવર્સિટી સત્તાધીશો પર દબાણ સર્જી પોતાની મનમાની કરવા માટે અંગ્રેજી ભવનના વિદ્યાર્થીઓને પોતાના ગુરુજનો દ્વારા કેવી રીતે હાથા બનાવવામાં આવે છે જો આ પ્રકારની પ્રવૃતિઓ સત્વરે અટકાવવામાં નહીં આવે અમારે આંદોલનાત્મક પગલા લેવા પડશે . અને ઉચ્ચકક્ષાએ રજુઆત કરવી પડશે . તેમ માનદ સમાજ દ્વારા સંગઠક યશવંત જનાણીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.