Abtak Media Google News

રાજકોટથી ટંકારા દર્શન કરવા આવતા પરિવારને અકસ્માત નડ્યો

રાજકોટ મોરબી હાઇવે પર છતર ગામ પાસે સેન્ટો કારે રિક્ષાને ઠોકર મારતા બે ને ઈજા થઈ હતી, રાજકોટનો પરીવાર દર્શન કરવા ટંકારા તરફ આવતો હતો ત્યારે આ ઘટના ઘટતા બાળકોને પણ નાના – મોટી ઇજાઓ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા.બનાવ અંગે મળતી વિગતો મુજબ આજે સવારે રાજકોટ થી ટંકારા દર્શન કરવા માટે નિકળેલા પરીવારની રીક્ષાને અકસ્માત નડયો હતો.

જેમાં મારૂતિ કોલ્ડ સ્ટોરેજ સામે છતર ગામ નજીક ઓટો રિક્ષાને સેન્ટો કારે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષામા સવાર લલિત જેન્તીભાઈ જેઠવા ઉ. ૪૦ અને દયાબેન ભિખાભાઈ વાધેલા ઉ. ૪૫ ને ગંભીર ઇજા થતાં ૧૦૮ ને જાણ કરતા તાત્કાલીક દોડી ડો. વલ્લભભાઈ દ્વારા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અહીની હોસ્પિટલમાં ખસેડયા હતા. સદનસીબે રીક્ષામા સવાર અન્ય પરિવારજનોને નાની મોટી ઇજાઓ પહોચી હોવાનુ જાણવા મળ્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.