Abtak Media Google News

નડતરરૂપ દુકાનને હટાવવા સ્થાનિકોની ચીફ ઓફિસરને રજુઆત : પાલિકા તંત્ર હરકતમાં

મોરબીના હાઉસિંગ બોર્ડમાં દબાણ કરી ગેરકાયદેસર રીતે બાંધકામ ખડકી દઈ દુકાન ઉભી કરીને વેપાર કરનાર સામે સ્થાનિકોએ પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી. જેના પગલે ચીફ ઓફિસરે તુરંત જ હરકતમાં આવીને આ દબાણ કરનારને નોટિસ ફટકારી છે.

હાઉસિંગ બોર્ડના સ્થાનિકે ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે મોરબી પાલિકા દ્રારા એક ઇસમને ટ્યુબલાઈટનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. ત્યારે આ ઇસમ દ્વારા ગેરકાયદે ઓરડીનું બાંધકામ કરવામાં આવ્યું હતું. હાલ તેની પાસે કોઈ કોન્ટ્રાકટ નથી છતા તે ઓરડીમાં વ્યાપાર કરી દુકાન ચલાવવામાં આવી રહી છે.વધુમાં જણાવાયું હતું કે ગેરકાયદે ખડકાયેલી આ દુકાન અહીંના સ્થાનિકોને નડતરરૂપ છે.

આ દુકાનમાં વીજલાઈન તેમજ પાણીની મંજૂરી મળી ન હોવા છતા આ ઇસમ દ્વારા લંગરીયું નાખીને વીજચોરી કરવામાં આવી રહી છે. હાલ આ દુકાન હાઉસિંગ બોર્ડના રહીશો માટે શિરદર્દ સમાન બની ગઈ છે. ત્યારે આ દુકાન હટાવવાની માંગ ઉઠી છે.હાઉસિંગ બોર્ડના સ્થાનિકની રજૂઆતના પરિણામે નગરપાલિકાના ચીફ ઓફિસરે તુરંત હરકતમાં આવી ગેરકાયદે બાંધકામ ખડકીને દુકાન ચલાવતા ઇસમને નોટિસ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.