જામનગરના વાલસુરામાં સંગીતની સુરાવલી સાથે ‘નેવી સપ્તાહ’ની ઉજવણી

ભારતીય નેવી દ્વારા જામનગર સ્થિત વાલસુરા નેવી મથકમાં નેવી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે નેવી બેન્ડ, કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેર તેમજ અન્ય લોકો ઘેર બેઠા.

કાર્યક્રમ નિહાળી શકે તે માટે  સોશિયલ મીડિયાના માધ્યમથી  લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નેવી બેન્ડના  જવાનો દ્વારા એક એકથી ચડિયાતી ધૂનો પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને કોર્નફોલ્ડરોક, ચૈરી પિંક, ટુ ઇમ્પસ, રાગ નટા વગેરેની રંગત જમાવી હતી. આ ઉપરાંત કપ્તાન પી.જી. જોન દ્વારા સંગીતબદ્ધ કરાયેલી મધુર ધૂન સારે જહાંસે અછા તેમજ જય ભારતી ધૂનની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ તેમજ અન્ય નિયમોનું ચુસ્તપણે પાલન કરી ઉજવણી કરવામાં આવી હતી.