Abtak Media Google News
  • વેલેન્ટાઇન ડે સંદર્ભના લાઇવ કાર્યક્રમમાં જોડાયા હજારો દર્શકો
  • જુના નવા ફિલ્મી ગીતો સાથે આ સપ્તાહના વિવિધ વિચારો કોલેજ છાત્રોએ રજુ કર્યા: ‘પ્રેમ’ની વિવિધ વાતો સાથે ભારતીય સંસ્કૃતિનો અનેરો સંગમ જોવા મળ્યો

વિદેશોમાં ઉજવાતા યુવા હૈયાઓનો સૌથી જાણીતો તહેવાર ‘વેલેન્ટાઇન વીક’ સેલીબ્રેશન હવે છેલ્લા બે દશકાથી આપણાં દેશમાં પણ ભવ્ય રીતે ઉજવાય રહ્યો છે. વેલેન્ટાઇન ડેના વિવિધ દિવસો વિશે શું વિચારે છે, આજના કોલેજ છાત્રો આ જાણવા માટે ‘અબતક’ સોશિયલ મીડીયાના પ્લેટ ફોર્મ પર કણસાગરા મહિલા કોલેજ ખાતેથી કોલેજ છાત્રો સાથે લાઇવ કાર્યક્રમ યોજાયો હતો, જેનો હજારો દર્શકોએ લાભ લીધો હતો.

Advertisement
Celebration Of 'Teddy Day' By 'Abtak' At Kansagra Women'S College
Celebration of ‘Teddy Day’ by ‘Abtak’ at Kansagra Women’s College

‘અબતક’ ચેનલ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં જુના નવા ફિલ્મી ગીતો સાથે ગુજરાતી ગીતો પણ છાત્રોએ ગાયા હતા. જીવનમાં પ્રેમ હુંફ અને લાગણીનું અનેરૂ મહત્વ છે, તેવો છાત્રોનો સુર હતો. પ્રયોઝડે, ટેડી ડે, ગુલાબ (રોઝ) દિવસ હગડે જેવા સપ્તાહનો વિવિધ સાત દિવસની છાત્રોએ વાત સાથે તેના મુકત મને વિચારો હજુ કર્યા હતા.

‘અબતક’ ના આ લાઇવ કાર્યક્રમની વ્યવસ્થામાં કોલેજના પ્રિન્સીપાલ ડો. જયોતિ રાજયગુરુ, રાષ્ટ્રીય સેવા યુનિટના ઓફીસ ડો. યશવંત ગૌસ્વામી અને ડો. આર.સી. પરમારે સુંદર વ્યવસ્થા જાળવી હતી. લાઇવ કાર્યક્રમમાં બારોટ અવની, ગઢીયા અંશી, ગોહિલ દિવ્યાની, ઢોલરીયા આરતી, વૈશ્ર્નવી ભટ્ટ, અમી કેસૂર, પુજા સોલંકી, ઉજા સંચાલિયા, પૃથ્વી સનીયારા અને તેજલ ગૌસ્વામીએ ભાગ લીધો હતો.

આજના યુગમાં જીવન મૂલ્ય શિક્ષણનું મહત્વ: પ્રિન્સીપાલ ડો.જયોતિ રાજયગુરુ

Celebration Of 'Teddy Day' By 'Abtak' At Kansagra Women'S College
Celebration of ‘Teddy Day’ by ‘Abtak’ at Kansagra Women’s College

‘અબતક’ ના લાઇવ કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય ડો. જયોતિબેન રાજયગુરુ એ આજના યુગમાં વેલ્યુબેઝ એજયુકેશન પર ભાર મુકયો હતો. ભારતીય કેલેન્ડર મુજબ એકમથી પુનમ સુધીના વિવિધ તહેવારો, પ્રાચિન કાળથી છે, તેવી વાત કરી હતી. નવા યુગ સાથે આજે બધુ બદલાયું છે. ત્યારે કોલેજ છાત્રો પણ બદલાયેલા છે. આ બાબતે કોલેજ છાત્રોએ ઘણી સમજ કેળવવાની જરુર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.