Abtak Media Google News
  • સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પાણી ન મળતા ખોડું ગામમાં થયા એકઠા
  • પાણી મામલે ભારે ઉહાપોહ: ખેડૂતોને પોલીસે રેલી ન કાઢવા દેતા હોબાળો

સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટો મુદ્દો હાલ પાણી સમસ્યા નો મુદ્દો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ સૌની યોજના માં સૌથી વધુ લાભ લેતો જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો ગણવામાં આવે છે પરંતુ હાલની પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 31 ગામોને પાણી આપવામાં આવતું નથી સૌની યોજના અંતર્ગત પાણી આપવામાં આવતું હોવાના કારણે ખેડૂતોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.આ મામલે સુરેન્દ્રનગર કલેકટર ઓફિસ સામે ખેડૂતો સતત એક સપ્તાહથી ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે તે છતાં પણ આ મામલે કોઇપણ પ્રકારે તંત્ર નમતું જોખતો નથી જેને લઈને હાલમાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌની યોજના અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 31 ગામોને યોજનાનો લાભ મળી રહ્યો નથી ખેડૂતોના ઉભા પાકો સુકાઈ રહ્યા છે ઉનાળુ વાવેતર પણ નિષ્ફળ જવાના એંધાણ વર્તાઇ રહ્યા છે તાજેતરમાં સરકાર દ્વારા પાણીની સમસ્યાને લઇ અને જિલ્લાના કુલ 28 ગામોમાં પાણી કાપ મુકી દેવામાં આવ્યો છે તેવા સંજોગોમાં જિલ્લાના કુલ 31 ગામોમાં સૌની યોજના માં પાણી  મળી રહ્યું નથી.

અવાર નવાર તંત્રને રજૂઆત છતાં પણ ખેડૂતોને પાણી આપવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે કે તે ગામના ખેડૂતોએ આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને વિવિધ પ્રકારના દેખાવો કરી ધરણાં ઉપર બેસી અને પાણી આપવાની માગણી કરી છે તે છતાં પણ તંત્ર દ્વારા પાણી આપવામાં ન આવતા હાલમાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અમને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડું ગામે 2000થી વધુ ખેડૂતો એકત્રિત થયા છે તેવા સંજોગોમાં પાણી આપવાની માંગ સાથે ખેડૂતોએ ઉગ્ર પ્રદર્શન નોંધાયું છે.

ત્યારે ખેડૂતોને રેલીની પરમિશન આપવામાં આવી હોવા છતાં પણ ખેડૂતોને રેલી કાઢવા દેવામાં આવતા ખેડૂતો રસ્તે બેશી જવા પામ્યા છે અને આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે પાણી આપવાની માંગણી સાથે ખેડૂતોએ 100થી વધુ ટેકટર રોડ ઉપર મૂકી દીધા છે અને રોડ પર બ્લોક કર્યો છે ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે જિલ્લાના 2000થી વધુ ખેડૂતો આ પ્રદર્શનમાં જોડાયા અને સરકાર સામે ખેડૂત આગેવાનોએ પણ વિરોધ નોધાવ્યો છે પાણી આપવાની માંગણી કરી છે જો પાણી આપવામાં આવે તો આંદોલન ઉગ્ર બને તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.