Abtak Media Google News

વિદ્યાર્થીઓને સરળતાથી સુવિધાઓ પ્રાપ્ત બને તે માટેના વધુ પ્રયાસો: કુલપતિ ભીમાણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના  કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીના અધ્યક્ષસ્થાને યુનિવર્સિટીના સર્વે અધિકારીઓની સંકલન મીટીંગ મળી હતી.કુલપતિના અધ્યક્ષસ્થાને મળેલ અધિકારીઓની મીટીંગમાં  કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી એ તમામ વિભાગોની કામગીરીની સમીક્ષા કરેલ હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના  કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી એ મીટીંગમાં ઉપસ્થિત સૌ અધિકારીઓને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020 ની અમલવારી કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કટિબદ્ધ છે અને એ દિશામાં કાર્ય કરી રહી છે.આ મીટીંગમાં તમામ વિભાગો એ વિભાગની કામગીરીનું આગામી એક વર્ષનું આયોજન કરી 31 મી જુલાઈ સુધીમાં પ્રેઝન્ટેશન આપવાની સૂચના  કુલપતિએ સૌને સૂચન કર્યું હતું. મીટીંગમાં ૠઈંછઋ, ગઈંછઋ તથા ગઅઅઈ માટે આપવાના થતાં ડેટા રેગ્યુલર તૈયાર કરવા તમામ વિભાગોને સૂચના આપવામાં આવેલ હતી.કુલપતિ એ સૌ અધિકારીઓને વહીવટી પ્રક્રિયામાં સરળતા અને ચોકકસાઈ લાવવા પર ભાર મૂકયો હતો.

આ મીટીંગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સરળતાથી સુવિધાઓ પ્રાપ્ય બને એ માટેના વધુ પ્રયાસો હાથ ધરવા કુલપતિ એ સૂચન કર્યું હતું.આ મીટીંગમાં ઈન્ચાર્જ કુલસચિવ અને પરીક્ષા નિયામકશ્રી નીલેશભાઈ સોની તથા યુનિવર્સિટીના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.