Abtak Media Google News

વર્ષ 2018 પછી પ્રથમવાર 2023માં સુપરમુનનો નજારો

 હવે છેક વર્ષ 2037માં સુપરમુનનો નજારો જોવા મળશે

આ ઓગસ્ટ મહિનો બધા માટે ખાસ બન્યો છે. ઓગસ્ટ મહિનાંમાં 3 ખગોળકીય ઘટનાઓ પણ તમને આશ્ચર્ચચકિત કરનારી છે. આ મહિનામાં એવી 3 ખગોળકીય ઘટનાઓ બનવાની છે, જેને અતિ દુર્લભ માનવામાં આવે છે.

મહિનાની શરુઆત જ ખૂબ ખાસ થઇ છે. આ મહિનામાં બે વાર સુપરમુન જોવા મળશે. પહેલા 1 ઓગસ્ટનો રોજ સુપરમુન જોવા મળ્યો છે અને બીજો 31 ઓગસ્ટના રોજ પણ સુપરમુનનો નજારો જોવા મળશે. આ દિવસ ચંદ્ર પૃથ્વીથી સૌથી નજીક હોવાના કારણે ખૂબ મોટો અને ચમકીલો જોવા મળશે.

31 ઓગસ્ટના રોજ બ્લુમુન જોવા મળશે. બ્લુમુન એક અત્યંત દુર્લભ ઘટના છે. તેને ચંદ્રના રંગ સાથે કોઈ લેવા દેવા નથી. આ મોટાભાગે કોઈ મહિનાની બીજી પુનમ (પુર્ણિમા)ના રોજ જોવા મળે છે. આ વખતે ઓગસ્ટમાં પણ બે પુર્ણિમા આવે છે. એટલે પુર્ણિમાના દિવસે સુપરમુન જોવા મળશે. અગાઉ વર્ષ 2018માં સુપરમુનનો નજારો જોવા મળ્યો હતો અને હવે આ નજારો છેક વર્ષ 2037માં જોવા મળનાર છે.

આ ઉપરાંત 18 ઓગસ્ટના રોજ 0 શેડો ડે હશે. આ ઘટના ત્યારે થશે જ્યારે સુર્ય ધરતીની બિલકુલ ઉપર આવી જશે. તેના કારણે કોઈ પણ વસ્તુનો પડછાયો જોવા નહી મળે. વૈજ્ઞાનિકોના મતે આપણા દેશમાં આ જગ્યાએ અથવા એ શહેરોમાં થાય છે જ્યાં કર્ક અને મકર રેખાની વચ્ચે આવી જાય છે.

ઓગસ્ટની 27 તારીખ પણ ખાસ બનવાની છે. આ દિવસે આકાશમા આપણે આપણી નરી આંખે શનિ ગ્રહ અને શનિ રિંગ જોઈ શકીશુ. આ દિવસે શનિ ગ્રહ સૂર્યની બિલકુલ વિરુદ્ધ અને ધરતીથી બિલકુલ નજીક હશે. એટલા માટે આ ખગોળકીય દ્રશ્યના સાક્ષી પૃથ્વી પર રહેનારા દરેક લોકો બનશે. આ ખુબ જ દુર્લભ ઘટના કહેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.