Abtak Media Google News

સાંઈરામ દવે, રાજભા ગઢવી અને  અનુભા માટીના છંદોને મહેંકાવશે

છંદોત્સવમાં ત્રણેય કલાકારો નવી પેઢીને સમજાય તેવી શૈલીમાં ત્રિભંભી, ચર્ચરી,  રેણાંકી જેવા પ્રચલિત છંદો તેમજ પધ્ધરી, ત્રિકુટબંધ, ઉધ્ધોર, અર્ધનારાય જેવા  અપ્રચલિત અને  અપ્રાપ્ય છંદો રજૂ કરાશે. લોકશૈલીમાં સપાખરા, સાવજડું, રેટુંડો, શાણોર જેવા ગીતો મંચ પરથી સૌ પ્રથમ વખત પ્રસ્તુત થશે.

સાઈલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા લોકસાહિત્યની તદ્દન અલગ અને અનોખો કાર્યક્રમ ‘ છંદોત્સવ ’ 2.0 યોજાશે. તળપદી શૈલીના માટીના છંદોને અસરકારક રીતે રજૂઆત કરશે. ડિંગળ – પિંગલના મંચ પર સાવ ઓછા  પ્રસ્તુત છંદોનો નાટારંભ માણવો હોય તો છંદોત્સવ માણવા પહોંચી જજો.

જે પેઢીએ યુધ્ધ નિહાળ્યુ જ નથી એ પેઢી સમક્ષ તેના વર્ણન કરવા એ ચેલેંજનું કામ છે. છંદોનો એક અર્થ છે પ્રાર્થના’ આ છંદોત્સવ’માં ત્રણેય કલાકારો નવી પેઢીને સમજાય એવી શૈલીમાં ત્રિભંભી, ચર્ચરી , રણંકી જેવા પ્રચલિત છંદો તેમજ પધ્ધરી, ત્રિકુટબંધ, ઉઘોર, અર્ધનારાચ જેવા અપ્રચલિત અને અપ્રાપ્ય છંદો રજૂ કરશે. તેમજ લોકશૈલીમાં સપાખરા, સાવજડું , રેઢુંડો, શાણોર જેવા ગીતો મંચ પરથી સૌપ્રથમવાર પ્રસ્તુત થશે. માટીના છંદોમાં વર્ણવાયેલા ઋતુવર્ણનો, યુધ્ધવર્ણનો અને પ્રકૃતિની પ્રાર્થનાઓને માણવાનો આ સુવર્ણ અવસર છે.

સમગ્ર કાર્યક્રમ સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા વિના મૂલ્યે છે. પરંતુ પ્રવેશ મર્યાદિત હોવાથી www. chhandotsav. sailaxmi foundation. Com પર કલીક કરી કોઇ પણ વ્યકિત પોતાનો ઇ – પાસ મળવી શકશે . છંદોત્સવમાં પદ્મશ્રી હેમંતભાઇ ચૌહાણનું વિશેષ સન્માન કરવામાં આવશે તેમજ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તથા મ્યુનિસિપલ કમિશ્નર અરોરાના હસ્તે દિપ પ્રાગટ્ય થશે.

વિશેષરૂપે સાહિત્યક્ષેત્રમાં એન્કરીંગ લોકસાહિત્ય કે હાસ્યકાર બનવા ઇચ્છતા નવી પેઢીના યુવાનો યુવતિઓ માટે  સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન એક નવી દિશા કંડારવા જઇ રહ્યુ છે. જેમને કલાકાર બનવાની કે સારા વક્તા બનવાની મહેચ્છા હોય તેવા ઉત્સુક યુવાનોને આ ‘ છંદોત્સવ’માં સવિશેષ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. જેના માટે ઇચ્છુક કલાપ્રેમીએ પોતાનો રીઝયુમ sailaxmi foundation gmail. com પર અલગથી મોકલવાનો રહેશે.

અત્રે નોંધનીય છે કે સાંઈલક્ષ્મી ફાઉન્ડેશને આ અગાઉ હાલરડા, પેરેન્ટીંગ, બાલવાર્તા અને માતુભાષાના સજીવન કરતા અનેક કાર્યક્રમોના આયોજન કરેલ છે. છંદોત્સવમાં બહોળી સંખ્યામાં લોકસાહિત્યના રસિકોને પધારવાનું  નિમંત્રણ ફાઉન્ડેશનના ચેરમેન અમિત દવેએ આપેલ છે.

લોકસાહિત્યકાર સાંઈરામ દવે એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે નવી પેઢીને છંદ કેવી રીતે સમજાવી શકાય. આ નવી પેઢીએ યુધ્ધ, જોયું નથી. આપણે તો ફોર વ્હીલ ગાડી જ જોઈ છે.અમે છંદોત્સવમાં 50 થી 100 વર્ષ જુના છંદોનું ગાનકરવાનાછીએ કોરોના પહેલા અમે કાર્યક્રમ કર્યો હતો. આ છંદોત્સવ 2.0 વિનામૂલ્યે નિહાળી શકશો. www.chhandotsav. sailaxmi foundation.comપર તમારો ઈ પાસ મેળવી 4 માર્ચે રાત્રે નવ કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં સાહિત્ય પ્રેમીઓ તથા ખાસ નવી પેઢી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી અમારી લાગણી છે.

સાંઈરામ દવે એ જણાવ્યુંહતુ કે ઈશરદાને રજૂ કરેલ સપાકડું તેને હું શીખતો ત્યારે લખીને ત્યારબાદ તેને બોલતો આ છંદોત્સવમાં મારી 26 વર્ષની કલાનો નિચોડ પિરસ્યુંં.

ત્યારે વધુમાં સાંઇરામ દવે એ જણાવ્યું હતું કે 7 ફેબ્રુઆરીએ મારા જન્મદિવસ પર મે મારી શાળમાં બાળકોને મારા જન્મદિન પર શું ભેટ આપશો તેવું પુછ્યું હતું ત્યારે મે બાળકોને કહ્યું કે મને ભેટમાં એક પુસ્તક વાંચી તેના પ્રતિભાવો જણાવજો કે પુસ્તકમાં શું કહેવા માગે છે. ત્યારે અમારી શાળાના 1600 બાળકોએ પુસ્તકો વાંચ્યા અને હવે તેઓ મને પત્ર લખશે.

છંદએ આપણી ખૂબ જ પ્રાચિન પરં5રા રહી છે. આજની પેઢીને છંદ શું કહેવાય તેનું જ્ઞાન છે જ નહિં. આટલુ જ નહિં છંદના કાર્યક્રમોમાં યુવા પેઢી બહુ જોડાતી નથી. આવામાં વર્તમાન અને ભાવિ પેઢીને યુધ્ધ ઉપરાંત છંદ અંગે પાયાનું જ્ઞાન મળી રહે તે માટે સાહિત્યકાર સાંઇરામ દવે દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે. છંદોત્સવ એક એવો કાર્યક્રમ હશે કે જેનાથી સ્ટેજ પર એક યુધ્ધનું નિર્માણ થયું હોય તેવો અદ્ભૂત માહોલ સર્જાશે. લોક સાહિત્યકારો દ્વારા એક-એક છંદ પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવશે. સાથોસાથ તેનું મહત્વ પણ સમજાવવામાં આવશે. આ કાર્યક્રમ ખરેખર રાજકોટની જનતા માટે એક અવિસ્મરણીય કાર્યક્રમ બની જશે. જેમાં શંકાને કોઇ સ્થાન નથી. આ કાર્યક્રમમાં રાજકોટવાસીઓ અને ખાસ કરીને ઉત્સાહભેર જોડાઇ તેવો અનુરોધ ‘અબતક’ની મુલાકાત દરમિયાન સાંઇરામ દવેએ કર્યો છે.

છંદોત્સવ એટલે શું…?

છંદોત્સવ એટલે વેદોમાં જેને પ્રાર્થના કહેવાય 5 તત્વો પર આપણું જીવન હતુ. એટલે પાંચ તત્વોની પ્રાર્થના હતી. આપણા આધ્યાત્મની પ્રાર્થના શરૂ  જળ આપણું જીવન હતુ એટલે જળની પ્રાર્થના શરૂ થઈ વાયુની પૃથ્વીની વરૂણદેવની પ્રાર્થના હતી. તેવી જ રીતે અધ્યાત્મની પ્રાર્થના શરૂ થઈ છંદો ત્યાંથી આવ્યા અને સમયાંતરે લોકો સંસ્કૃતિ અંદર યુધ્ધો, જે કવિઓએ જોયા તેઓએ યુધ્ધની કવિતા બનાવી. અશ્ર્વોને ધન ગણવામાં આવતા અશ્ર્વોનું વર્ણન કરેલ એટલે લોકબોલીના છંદો કેટલા ગીતો સોશ્યલ મિડિયા પર વાયરલ છે. સપાકડું, શાણો એ ગીત છે. સાથે નવે નવ રસની કવિતાઓ છંદોત્સવમાં રજૂ કરાશે.

કલાક્ષેત્રે આગળ વધવાની ઉત્તમ તક આપતું સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન

વિશેષરૂપે સાહિત્યક્ષેત્રમાં એન્કરીંગ લોકસાહિત્ય કે હાસ્યકાર, લેખક, આર.જે. બનવા ઇચ્છતા નવી પેઢીના યુવાનો યુવતિઓ માટે  સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન એક નવી દિશા કંડારવા જઇ રહ્યુ છે. જેમને કલાકાર બનવાની કે સારા વક્તા બનવાની મહેચ્છા હોય તેવા ઉત્સુક યુવાનોને આ ‘ છંદોત્સવ’માં સવિશેષ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. જેના માટે ઇચ્છુક કલાપ્રેમીએ પોતાનો રીઝયુમ [email protected]પર અલગથી મોકલવાનો રહેશે. જો તમને  રસ હોય અને કલા ક્ષેત્રમાં આગળ વધવું હોય તો આગળ છંદોત્સવ કાર્યક્રમ બાદ બધાજ ઈચ્છુકોને માર્ગદર્શન આપવામાં આવશે આપણી કલાના આપણા વારસાને આપણી માતૃભાષાનું આપણી વિરાસતનું ગૌરવ વધારીએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.