Abtak Media Google News

સલામત મુસાફરી માટે નવા રેલ ટ્રેક નાખવાનું કામ પુરજોશમાં: વર્ષ ૨૦૧૭-૧૮માં સૌથી વધુ ૪૪૦૫ ટ્રેક બદલાવવામાં આવ્યા

રેલ્વેને આધુનિકતાનો રંગ લગાડવા સરકારે કમરકસી છે. રેલ અકસ્માતોમાં ઘટાડો કરવા સરકાર પ્રયત્નશીલ છે. રેલ મંત્રાલય હાલ દાવો કરી રહ્યું છે કે હવે, રેલવે મુસાફરી વધુ સલામત બની છે કારણકે ટ્રેનના જુના ૪૪૦૫ કિલોમીટરના ટ્રેક બદલાવી નાખવામાં આવ્યા છે. જે વર્ષ ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષનું સૌથી વધુ રેકોર્ડબ્રેક કામ થયું છે.

Advertisement

ટ્રેક બદલવાના ઈતિહાસમાં આ વખતનું કામ સૌથી વધુ નોંધાયું છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ૪૩૮૯ કિમી ટ્રેક બદલવાનો લક્ષ્યાંક સેવાયો હતો. જેની સામે લક્ષ્યાંક કરતા વધુ ૪૪૦૫ કિમી ટ્રેક બદલાઈ ગયા છે. આ અગાઉ આ પ્રકારે સર્વશ્રેષ્ઠ કામ વર્ષ ૨૦૦૪-૦૫માં થયું હતું. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર માર્ચ, ૨૦૧૮માં ૬૪૨ કિમી ટ્રેક બદલવામાં આવ્યા જે એક માસનું સૌથી વધુ કામ નોંધાયું છે.

કુલ રેલવે ટ્રેક ૧,૧૪,૯૦૭ કિમી છે. દર વર્ષે સરેરાશ ૪૫૦૦ કિમી ટ્રેક બદલવામાં આવે છે. પરંતુ નાણાકીય સવલતોના અભાવે છેલ્લા ઘણા વર્ષોથી આ કામ ગોકળગતિએ ચાલતું હતું જેને બુસ્ટર ડોઝ મળ્યો હોય તેમ આ વર્ષે રેલવેએ રેકોર્ડબ્રેક ટ્રેક બદલાવી અકસ્માતનું પ્રમાણ ઘટાડયું છે. રેલવે મંત્રાલયે જણાવ્યું કે, સરકાર મુસાફરોની સલામતી તરફ વધુ ધ્યાન દોરવા ઈચ્છે છે અને અકસ્માતનું પ્રમાણ ઘટાડવા પ્રયત્નશીલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.